ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ તાજેતરમાં અનેક યોજનાઓ રજૂ કરી છે. આ પૈકી, LICs Yuva Term/LICs Digi Term પ્લાન વધુ સારો છે. આ યોજના વીમા ધારકના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. 18 વર્ષથી 45 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે. જો કે, આ પ્લાનની પરિપક્વતા માટેની વય મર્યાદા 33 થી 75 વર્ષ છે. જો આપણે પોલિસીની મુદત વિશે વાત કરીએ, તો તે 10 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે.
આ પ્લાનની સમ એશ્યોર્ડ વેલ્યુ 50 લાખથી 5 કરોડ રૂપિયા છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આ રકમની અંદર આ પ્લાન લઈ શકે છે. આ માટે LIC એ ત્રણ પ્રકારના પ્રીમિયમની સુવિધા પૂરી પાડી છે. તેમાં 10 કે 15 વર્ષનું નિયમિત, સિંગલ અને મર્યાદિત પ્રીમિયમ સામેલ છે. તેને આ રીતે સમજો –
રેગ્યુલર પ્રીમિયમઃ જે વર્ષ માટે પ્લાન લેવામાં આવ્યો છે તેટલા વર્ષો માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. આ પ્રીમિયમ અર્ધવાર્ષિક અથવા વાર્ષિક હોઈ શકે છે.
સિંગલ પ્રીમિયમઃ આમાં દર વખતે પ્રીમિયમ ભરવાનું જરૂરી નથી. તમે માત્ર એક જ વાર પ્રીમિયમ ભરીને પ્લાન મેળવી શકો છો. એક જ પ્રીમિયમમાં એક સાથે મોટી રકમ ચૂકવવી પડે છે.
10 અથવા 15 વર્ષનું મર્યાદિત પ્રીમિયમ: આ તે લોકો માટે છે જેઓ 10 કે 15 વર્ષથી વધુ સમય માટે પ્લાન લેવા માગે છે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષ માટે પ્લાન લે છે અને તે આખા 30 વર્ષ માટે પ્રીમિયમ ભરવા માંગતો નથી, તો તે 10 કે 15 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવી શકે છે. પરંતુ કવર માત્ર 30 વર્ષ માટે જ રહેશે. જો કે, પ્રીમિયમની રકમ વધે છે.
પ્રીમિયમની રકમ વ્યક્તિ કઈ ઉંમરે અને કેટલા સમય માટે પ્લાન લઈ રહી છે તેના પર નિર્ભર રહેશે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષનો છે અને 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ પ્લાન લઈ રહ્યો છે, તો તેનું વાર્ષિક પ્રીમિયમ 5950 રૂપિયા હશે. LICની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નિયમિત અથવા મર્યાદિત સમય માટે પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી 3 હજાર રૂપિયા છે. જ્યારે સિંગલ પ્રીમિયમ પેમેન્ટ માટે આ રકમ 30 હજાર રૂપિયા છે. મહિલાઓ માટે પ્રીમિયમના દર ઓછા છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોઈ પણ રોકાણ જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.