મુકેશ અંબાણીની ‘Reliance Jio’ નું જીઓ જીઓ, વર્ષમાં 20,607 કરોડ રૂપિયાનો કર્યો નફો

|

Apr 22, 2024 | 6:54 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, 2016ના સપ્ટેમ્બર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ દેશભરમાં એક સાથે 4G નેટવર્ક લોન્ચ કર્યું હતું અને હવે તે 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. માત્ર 8 વર્ષના સમયગાળામાં જ મુકેશ અંબાણીના ગ્રુપ માટે રિલાયન્સ જિયો મોટી આવક કરતી કંપની બની ગઈ છે.

મુકેશ અંબાણીની Reliance Jio નું જીઓ જીઓ, વર્ષમાં 20,607 કરોડ રૂપિયાનો કર્યો નફો

Follow us on

વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે રિલાયન્સ જિયો હવે ‘સોનાનો વરસાદ’ કરતી કંપની બની ગઈ છે. કંપનીએ આજે સોમવારે તેના ચોથા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા અને રૂ. 20,607 કરોડનો નફો કર્યો હોવાનુ જાહેર કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, 2016ના સપ્ટેમ્બર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ દેશભરમાં એક સાથે 4G નેટવર્ક લોન્ચ કર્યું હતું અને હવે તે 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. માત્ર 8 વર્ષના સમયગાળામાં જ મુકેશ અંબાણીના ગ્રુપ માટે રિલાયન્સ જિયો મોટી આવક કરતી કંપની બની ગઈ છે.

Jio ના નફાનું ગણિત

જો આપણે રિલાયન્સ જિયોના નફાના ગણિતને એક નજરે સમજીએ તો નાણાકીય વર્ષ 2023-24માં રિલાયન્સ જિયો કંપનીનો ચોખ્ખો નફો 20,607 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24ના માત્ર ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ સુધી) માં કંપનીએ 5,337 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

જો ગત નાણાકીય વર્ષ 2022-23 ના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો, સમગ્ર વર્ષમાં રિલાયન્સ જિયો કંપનીના નફામાં 12.6 ટકાનો વધારો થયો છે. ત્યારે રિલાયન્સ જિયો કંપનીનો નફો 18,299 કરોડ રૂપિયા હતો. તેવી જ રીતે, ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો કંપનીએ રૂ. 4,716 કરોડનો નફો કર્યો હતો. આવી સ્થિતિમાં માત્ર આ ત્રિમાસિક ગાળામાં જ રિલાયન્સ જિયો કંપનીનો નફો 13.16 ટકા વધ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

47 કરોડ લોકોને સેવા પૂરી પાડે છે

રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 47 કરોડને વટાવી ગઈ છે. આ રીતે, તે દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. રિલાયન્સ જિયો માત્ર ટેલિકોમ સેવાઓ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બ્રોડબેન્ડ, ઓટીટી ઉપરાંત અન્ય ડિજિટલ સેવાઓ પણ પ્રદાન કરે છે.

ટેલિકોમ સેક્ટર હંમેશાથી મુકેશ અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ રહ્યા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી સાથે છૂટા પડ્યા પહેલા મુકેશ અંબાણીએ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પણ શરૂ કર્યું હતું. જોકે, બાદમાં અનિલ અંબાણીને પાર્ટીશનમાં આ કંપની મળી હતી, એટલું જ નહીં, પાર્ટીશનની શરતોને કારણે મુકેશ અંબાણી 10 વર્ષ સુધી આ સેગમેન્ટમાં પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શક્યા ન હતા.

Published On - 6:43 pm, Mon, 22 April 24

Next Article