AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘણીવાર અરજી કરવા છતાં ચેકબુક મળતી નથી? SBIએ કહ્યું કરો આ કામ સમસ્યા હળવી બનશે

જો તમે ચેકબુક માટે અરજી કર્યા પછી વધુ સમય નથી પસાર થયો તો તમે રાહ જોઈ શકો છો. કારણ કે ડિલિવરી ભૌગોલિક સ્થિતિ પર આધારિત છે. બીજી તરફ ચેકબુક ડિલિવર થવામાં સામાન્ય રીતે લગભગ 7 દિવસનો સમય લાગે છે.

ઘણીવાર અરજી કરવા છતાં ચેકબુક મળતી નથી? SBIએ કહ્યું કરો આ કામ સમસ્યા હળવી બનશે
ચેક લખતા પહેલા ચેક અંગેની આ માહિતી જાણવી જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:51 AM
Share

આજના યુગમાં મોટાભાગના લોકો તેમના કામ ઓનલાઈન કરે છે પરંતુ જો તમે કોઈપણ બેંકના ગ્રાહક છો તો તમારે હંમેશા કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓની જરૂર પડશે.જેમકે પાસબુક અને ચેકબુક સહિત બેંક સાથે જોડાયેલી આ તમામ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી લોકોએ પાસબુક અને ચેકબુક સમાપ્ત થયા પછી તરત જ તેના માટે અરજી કરવી જોઈએ.

જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો, તો તમે ઓનલાઈન માધ્યમથી પણ ચેકબુક માટે અરજી કરી શકો છો. અનેક વખત ચેકબુક માટે અરજી કરવા છતાં ચેકબુક મળતી ન હોવાની ગ્રાહકોની ફરિયાદો ઉઠી છે. જો કે બેંક તમારા રજિસ્ટર્ડ સરનામે ચેકબુક મોકલે છે પરંતુ ચેકબુક ન મળવાના કિસ્સામાં તમે અન્ય રીતે પણ ચેકબુક મેળવી શકો છો.

અરજી કરવા છતાં ચેકબુક મળતી નથી તાજેતરમાં એક ગ્રાહકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ટેગ કરીને પૂછ્યું કે બીએસએફમાં તૈનાત કોન્સ્ટેબલ જેની હોમ બ્રાન્ચ દોઈવાલા દેહરાદૂન, ઉત્તરાખંડમાં છે, તેણે ઘણી વખત ચેકબુક માટે અરજી કરી છે પરંતુ આજ સુધી ચેકબુક આવી નથી જેના કારણે અસુવિધા થઈ રહી છે. SBIએ ગ્રાહકના આ સવાલનો જવાબ આપ્યો છે.

ચેકબુક પહોંચાડવા માટે 7 દિવસ લાગે છે જો તમે ચેકબુક માટે અરજી કર્યા પછી વધુ સમય નથી પસાર થયો તો તમે રાહ જોઈ શકો છો. કારણ કે ડિલિવરી ભૌગોલિક સ્થિતિ પર આધારિત છે. બીજી તરફ ચેકબુક ડિલિવર થવામાં સામાન્ય રીતે લગભગ 7 દિવસનો સમય લાગે છે. આવી સ્થિતિમાં, જો 7 દિવસમાં ચેકબુક પ્રાપ્ત ન થાય તો તમે તમારા વિસ્તારની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. બીજી બાજુ જો તમારી ચેકબુક પરત આવે છે તો તે કિસ્સામાં ચેકબુક તમારી હોમ બ્રાન્ચમાં જાય છે. જો તમે ઇચ્છો તો તમે શાખાની મુલાકાત લઈને પણ જાણી શકો છો તમને તે શાખામાંથી KYC દસ્તાવેજો અને પાસબુક સબમિટ કર્યા પછી મળશે.

બેંકે ગ્રાહકને માહિતી આપી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ પર ગ્રાહકને જવાબ આપતા લખ્યું કે, તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. ગ્રાહક તેમની ફરિયાદ આ લિંક દ્વારા સબમિટ કરી શકે છે. Https://bank.sbi/web/customer-care/ >> Register Your Complaint >> Raise Complaint or Request >> Existing Customer (MSME/Agri/Other Grievance)- General Banking >> Cheque Book Related સાથે જ બેંક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ

આ પણ વાંચો : જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">