AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ

RIL ત્રીજી વખત સૌથી વધુ નફો કરતી કંપની બની છે. તેણે 2016 થી 2021 સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9.7 લાખ કરોડનો વધારો કર્યો છે.

જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ
Mukesh Ambani , Chairman - RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 7:08 AM
Share

મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને સૌથી વધુ લાભ આપનારી કંપની રહી છે જ્યારે Adani Group ની અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝ સતત નફાકારક કંપનીઓ રહી છે.એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે.

રિપોર્ટમાં માહિતી સામે આવી મોતીલાલ ઓસ્વાલના 26મા વાર્ષિક વેલ્થ ક્રિએશન રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ RIL ત્રીજી વખત સૌથી વધુ નફો કરતી કંપની બની છે. તેણે 2016 થી 2021 સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9.7 લાખ કરોડનો વધારો કર્યો છે. અગાઉ 2014 થી 2019 દરમિયાન તેણે રોકાણકારોને રૂ. 5.6 લાખ કરોડનો લાભ આપ્યો હતો.

ત્રણ IT કંપનીઓ TOP પર રિલાયન્સ પછી ત્રણ આઈટી કંપનીઓ, ત્રણ બેંકો અને એક નાણાકીય કંપની સૌથી વધુ સંપત્તિ ઉમેરનાર કંપનીઓમાં સામેલ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ આ સમયગાળા દરમિયાન રૂ. 7.29 લાખ કરોડ ઉમેર્યા હતા, HDFC બેન્કે રૂ. 5.18 લાખ કરોડ ઉમેર્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર (HUL) એ રૂ. 3.42 લાખ કરોડ ઉમેર્યા અને ટેક કંપની ઇન્ફોસીસે રૂ. 3.25 લાખ કરોડ ઉમેર્યા. ICICI બેંક HDFC અને કોટક મહિન્દ્રા બેંક પણ સંપત્તિ ઉમેરતી ટોચની કંપનીઓમાં સામેલ છે.

રિલાયન્સનો નફો 5 વર્ષમાં 8% વધ્યો છેલ્લા 5 વર્ષમાં RILનો નફો વાર્ષિક 8%ના દરે વધ્યો છે. તેના શેરની કિંમત સમાન સમયગાળા દરમિયાન 31% વધી છે. TCS, HDFC અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નો પણ રોકાણકારોની સંપત્તિ વધારવામાં મોટો ફાળો રહ્યો છે. આંકડા દર્શાવે છે કે અદાણી ટ્રાન્સમિશન 2016 થી 2021 સુધીમાં સૌથી ઝડપી સંપત્તિ સર્જક છે. તેણે વાર્ષિક 93% વળતર આપ્યું છે. એટલે કે એક લાખ રૂપિયાનું રોકાણ એક વર્ષમાં 1.93 લાખ રૂપિયા થઈ ગયા છે.આ પછી દીપક નાઈટ્રેટ આવે છે. તેણે વાર્ષિક 90% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) ના દરે સંપત્તિમાં વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝે રોકાણકારોની સંપત્તિમાં 86%નો વધારો કર્યો છે.

અદાણી એન્ટરપ્રાઈઝની આશ્ચર્યજનક વૃદ્ધિ મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઈઝ ઓલરાઉન્ડર શેર છે. તેણે 2016-21 દરમિયાન 86% CAGR ના દરે વળતર આપ્યું છે. સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શેરો વિશે વાત કરીએ તો Alkyl Amines એ 79% CAGR વળતર આપ્યું છે. P&G હેલ્થ 57%, વિનતી ઓર્ગેનિક્સ 48%, એસ્ટ્રાલ 45, આરતી ઇન્ડસ્ટ્રીઝ 40, SRF 33, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 31% અને અદાણી ટ્રાન્સમિશન 93% CAGR ના દરે લાભ આઆપ્યો છે.

અદાણી ટ્રાન્સમિશનનો શેર 26 ગણો વધ્યો જો આપણે શેરના ભાવમાં વધારાની વાત કરીએ તો પાંચ વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શેરના ભાવમાં 26 ગણો વધારો થયો છે જ્યારે દીપક નાઈટ્રેટના શેરના ભાવમાં 24 ગણો વધારો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝ 22 ગણો, રુચિ સોયા 20 ગણો, અલ્કાઈલ એમાઈન્સ 18 ગણો, વૈભવ ગ્લોબલ 12 ગણો અને એસ્કોર્ટ્સ 9 ગણો વધ્યો છે.

આ પણ વાંચો : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો નોંધાયો, સોનાના ભંડારમાં થયો વધારો

આ પણ વાંચો :  આગામી 3 વર્ષમાં 7 લાખ કરોડ રૂપિયાની રોડ પરીયોજના, એક વર્ષમાં દિલ્લીથી મુંબઈની યાત્રા 12 કલાકમાં !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">