Budget 2022: પ્રવાસી મજૂરોની બજેટ પાસે શું અપેક્ષાઓ છે?
કોવિડથી પહેલાં શહેરોમાં કામ કરતા મજૂરોની માસિક કમાણી 5000 થી 15000 રૂપિયાની વચ્ચે હતી. તેમાંથી પાંચ થી સાત હજાર રૂપિયા ગામ પહોંચતા હતા. આ રકમ જીડીપીના લગભગ બે ટકા હતી. આ આંકડો હજુ સુધી કોવિડ પહેલાના સ્તરે પહોંચી શક્યો નથી.
પ્રથમ લૉકડાઉન દરમિયાન ફેક્ટરીમાં કામ બંધ થતા ગુરૂગ્રામથી બિહારના જમુઇ ગામ જવા માટે પગપાળા જ નીકળી પડ્યો હતો અરવિંદ. દુઃખના તે દિવસો યાદ કરીને આજે પણ તેની આંખો ભીની થઇ જાય છે.
ખુબજ દુખદ હતી તે 1200 કિલોમીટરની સફર. અરવિંદને આશા હતી કે ગામ પહોંચ્યા પછી નિરાંતનો શ્વાસ મળશે પરંતુ ત્યાં તો પિતાજીને પણ મનરેગામાંથી કામ નહોતું મળતું. પરિવારનો સહારો તો અરવિંદ જ તો હતો. તે દર મહિને પૈસા મોકલતો ત્યારે જ તો તેનું ઘર ચાલતું હતું.
કોવિડથી પહેલાં શહેરોમાં કામ કરતા મજૂરોની માસિક કમાણી 5000 થી 15000 રૂપિયાની વચ્ચે હતી. તેમાંથી પાંચ થી સાત હજાર રૂપિયા ગામ પહોંચતા હતા. આ રકમ GDP ના લગભગ બે ટકા હતી. આ આંકડો હજુ સુધી કોવિડ પહેલાના સ્તરે પહોંચી શક્યો નથી.
ગામમાં કોઇ કામ ન મળ્યું તો અરવિંદની આશાઓ તૂટી ગઇ. અરવિંદ કહે છે કે ગામમાં રાશન તો મફત જરૂર મળ્યું પરંતુ રોકડના નામ પર કોઇ મદદ ન મળી. ફરી ગુરૂગ્રામ આવ્યો તો જુની જગ્યાએ કામ તો મળી ગયું પરંતુ લૉકડાઉન દરમિયાન ચડેલું 10 હજાર રૂપિયાનું દેવું તે હજુ ઉતારી નથી શક્યો.. તેણે દર મહિને એક હજાર રૂપિયાનું વ્યાજ ચુકવવા પડી રહ્યું છે.
અરવિંદ દેશના એવા 46.5 કરોડ કામદારોનો હિસ્સો છે, જેમાંથી 25 ટકાથી વધુની નોકરી લૉકડાઉનમાં જતી રહી હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર દેશના કુલ 46.5 કરોડ શ્રમ બળમાંથી ફક્ત પાંચ કરોડ લોકો જ સંગઠિત ક્ષેત્રમાં છે. EPFOના આંકડા પણ આ જ કહાણી રજૂ કરે છે.
અરવિંદ જેવા લોકો માટે શું હોય છે લાંબાલચક બજેટમાં….
બજેટ પ્રસ્તાવોમાં સામાન્ય રીતે બે મોટા ભાગ હોય છે. એક, જેમાં સરકાર નીતિઓ દ્વારા પ્રોત્સાહન આપે છે અને બીજો, સીધા બજેટથી મદદ આપવામાં આવે છે. એટલે કે સરકાર પોતાના ખજાનાથી સહાયતા આપવામાં કે રોકાણ કરવામાં પૈસા ખર્ચ કરે છે. આ બીજો ભાગ જ અરવિંદ માટે મહત્વપૂર્ણ છે.
જ્યારે ગામમાં અરવિંદને ભૂખે મરવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર ક્યાં હતી? શ્રમિકોની મદદ માટેની યોજનાઓ અંગે જ્યારે અરવિંદને પુછવામાં આવ્યું તે તેણે કહ્યું કે, તેણે આવી કોઇ યોજનાઓ વિશે સાંભળ્યું પણ નથી.
લૉકડાઉનમાં બેરોજગાર થયેલા લારી-ગલ્લાવાળા માટે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી. તેમાં અસરગ્રસ્ત લોકો માટે 10,000 રૂપિયાની લોન આપવાની જોગવાઇ કરવામાં આવી.
સરકારની ઘણી યોજનાઓ જેવી કે મનરેગા, આયુષ્યમાન, સસ્તા મકાન, વીમા, રોજગાર પ્રોત્સાહન વગેરે યૂનિવર્સલ હોય છે. તેના લાભાર્થી કોઇ પણ હોઇ શકે છે પરંતુ કેટલીક સ્કીમો ચોકક્સ લાભાર્થી માટે જ હોય છે. તેમાં કોઇ પણ સ્કીમ અરવિંદ જેવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે નથી કે જે તેને કમાણીની સુરક્ષા આપી શકે. જેથી કરીને મુશ્કેલીના સમયે રોકડ મદદ મળી રહે તો દેવું કરવું ન પડે. એટલા માટે જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે આ યોજનાઓ કામમાં ન આવી.
ગઇ વખતના બજેટમાં આખરે તેમને મળ્યું શું?
પ્રથમ લૉકડાઉનના મારથી ઘણા મજૂરો હજુ બહાર નથી આવી શક્યા. આ વર્ગને રાહત આપવા માટે સરકારે ગયા બજેટમાં “એક દેશ, એક રાશન કાર્ડ” યોજના પર ભાર મૂક્યો હતો. 80 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાયા છે. તેમાંથી 86 ટકા લોકો એક દેશ એક રેશન કાર્ડ યોજનાનો લાભ લઇ રહ્યા છે.
અરવિંદ જેવાને મનરેગામાં થોડીક મદદ મળી પરંતુ કામની માંગ વધારે હતી અને તેની સામે બજારમાં કામ ઓછું હતું. તેને કારણે સંકટ દરમિયાન લોકોને વધુ રાહત ન મળી શકી.
કોવિડ પછી સરકારે બેરોજગારોને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર ભારત યોજના શરૂ કરી. આ યોજનામાં 27 નવેમ્બર 2021 સુધી 1 લાખ 16 હજાર એકમો દ્વારા કુલ 39 લાખ 59 હજાર લોકોને નોકરીઓ અપાઇ છે. બેરોજગારોની વધતી ફોજની સામે આ આંકડો ઘણો નાનો છે.
હકીકતમાં કોવિડ બાદ સરકારને સમજાયું છે કે અરવિંદ જેવા લોકો માટે કંઇક નક્કર વસ્તુ છે જ નહીં કારણ કે તેમનો કોઇ ચોક્કસ આંકડો સરકાર પાસે ઉપલબ્ધ જ નથી…
ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર ભારતમાં કુલ શ્રમ બળમાં 28.3 ટકા શ્રમિક પ્રવાસી છે. આર્થિક સર્વેક્ષણ 2017 અનુસાર 2011થી 2016 વચ્ચે દર વર્ષે અંદાજે 90 લાખ લોકોએ આંતરિક પ્રવાસ કર્યો. દેશભરમાં અંદાજે 10 કરોડ આંતરિક પ્રવાસી શહેરોમાં કામ કરી રહ્યાં હતાં.
હવે સરકાર પાસે અરવિંદ જેવા શ્રમિકની માહિતી ઉપલબ્ધ છે.
અસંગઠિત ક્ષેત્રના કામદારોનું સાચુ ચિત્ર રજૂ કરવા અને તેમને રાહત આપવા માટે સરકારે ગત બજેટમાં ઇ શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેની પર 21 કરોડ કરતાં વધુ શ્રમિકો પોતાની નોંધણી કરાવી ચૂક્યા છે. સરકારનો ઈરાદો આ કામદારોને પાયાની સુવિધા પૂરી પાડવાનો છે.
પરંતુ આ પણ હજુ એક આંકડો છે. તેમને મળ્યું કશું નથી, નહીંતર અરવિંદ કંઇક સારી સ્થિતિમાં હોત. જેવી રીતે દુનિયાના અન્ય દેશોમાં કામદારોને સીધી મદદ મળી.
બસ આટલી જ અપેક્ષા છે…
અરવિંદનું અપેક્ષા ઘણી નાનું છે. તે ઇચ્છે છે કે આ વખતે સામાન્ય બજેટમાં કંઇક એવું થઇ જાય જેનાથી તે 10 હજાર રૂપિયાનું દેવું ઉતારી શકે. તેના માટે સ્થાયી રીતે કામ મળવું જરૂરી છે. તે ઇચ્છે છે કે ખેડૂતોની જેમ સરકાર શ્રમિકો માટે પણ કોઇ યોજના શરૂ કરે. કામ બંધ થવાની સ્થિતિમાં થોડીક રોકડ મળે જેથી સંકટના સમયમાં આજીવિકા ચાલતી રહે.
કામદારો સાથે જોડાયેલા સંગઠન લેબરનેટના સહ સંસ્થાપક ગાયત્રી વાસુદેવન કહે છે કે દેશમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે મોટા સુધારાની જરૂર છે. આના માટે ઇ-શ્રમ પોર્ટલ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. આશા છે કે સરકાર આ વખતના બજેટમાં આ પોર્ટલ પર રજિસ્ટર્ડ કામદારોને દર મહિને કેટલીક રોકડ આપવાની વ્યવસ્થા કરી શકે છે.
આ પણ વાંચોઃ Budget 2022: સરકાર પાસે કંપનીઓના CSR વધારવા ઉદ્યોગ સંગઠનની માગ, કોરોનાના બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવામાં થશે મદદ