Money9: તહેવારો પહેલા મોંઘી થઈ શકે છે કાર, ગ્રાહકોના ખિસ્સામાંથી તમામ ખર્ચ કાઢવાની તૈયારી
ભારતમાં (India) તહેવારોની સિઝન શરુ થવાની તૈયારી છે. ભારતમાં હર્ષોઉલ્લાસથી તહેવારોની ઊજવણી કરવામાં આવે છે. તહેવારોની સિઝન પહેલા દેશમાં ગાડીઓની કિંમત વધી શકે છે.
Money9: ભારતમાં (India) તહેવારોની સિઝન શરુ થવાની તૈયારી છે. ભારતમાં હર્ષોઉલ્લાસથી તહેવારોની ઊજવણી કરવામાં આવે છે. તહેવારોની સિઝન પહેલા દેશમાં ગાડીઓની કિંમત વધી શકે છે. રિપોર્ટસ અનુસાર, અગાઉના ભાવવધારામાં ઓટોમોબાઈલ કંપનીઓએ (Automobile companies) ગ્રાહકોને વધેલા ખર્ચને સંપૂર્ણપણે ટ્રાન્સફર કર્યો ન હતો. પરંતુ હવે ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોની કિંમતમાં વધારો કરી શકે છે. તહેવારોની સીઝનની શરૂઆત પહેલા ભાવમાં આ વધારો થવાની ધારણા છે.
અધુરામાં પૂરુ ટાયર અને અન્ય ગાડીના ઉપકરણ બનાવનારી કંપનીઓ પણ સપ્ટેમ્બર ત્રિમાસિક માટે તેમના ઉત્પાદનના ભાવ વધારવાની તૈયારીમાં છે. ટૂંકમાં ગાડી બનાવતી ઓટોમોબાઈલ કંપનીઓના ખર્ચા વધી શકે છે. ઓટોમોબાઈલ કંપનીઓ આ વધેલા ખર્ચા ગ્રાહકો પાસેથી વસૂલશે.
ભારતમાં ગાડીની કિંમત સાથે જોડાયેલી વધુ જાણકારી માટે Money9 એપ્લીકેશન નીચેની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
જો તમને આવા વિષયો પર વધુ માહિતી જોઈતી હોય તો Money9 એપ ડાઉનલોડ કરો.