Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા સાથે ખૂલ્યાં

બુધવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 612 પોઈન્ટ વધીને 56,930 ના સ્તરે બંધ થયો છે.

Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા  સાથે ખૂલ્યાં
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 9:18 AM

Share Market :મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજારની આજે સારી શરૂઆત થઇ છે. ગઈકાલની મજબૂતીને આગળ વધારતા બંને ઇન્ડેક્સ અડધા ટકાનો વધારો દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ +320.59 (0.56%) ઉપર 57,251.15 ખુલ્યો છે અને નિફટીએ +111.35 (0.66%) અંકના વધારા સાથે 17,066.80 ઉપર કારોબારની શરૂઆત કરી છે.

આજના કારોબારની શરૂઆત  SENSEX  57,251.15 NIFTY    17,066.80

વૈશ્વિક સંકેત હકારાત્મક ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ સકારાત્મક છે. વિશ્વભરના બજારોમાં ખરીદીનો દોર જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ અમેરિકાના મુખ્ય બજારો પણ બુધવારે મજબૂતી સાથે બંધ થયા છે. બુધવારે ડાઉ જોન્સ 261 અંક વધીને 35,753.89 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 181 પોઈન્ટ મજબૂત થઈને બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 47 પોઈન્ટ વધીને 4,696.56 પર બંધ થયો હતો. યુએસમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે સરકારે બૂસ્ટર ડોઝ લાદવાનો સંકેત આપ્યો છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકડાઉન થવાનું નથી જેના કારણે સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.50 ટકા ઉપર છે. નિક્કી 225 અને સ્ટ્રેટ ટાઇમ્સ પણ ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જો કે, હેંગસેંગ લાલ નિશાનમાં છે. કોસ્પી, તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કમ્પોઝીટ ઉપર છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર આજે એટલે કે 23મી ડિસેમ્બરે F&O હેઠળ 4 શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ શેરોમાં એસ્કોર્ટ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વોડાફોન આઇડિયા અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા બુધવારના વેપારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી આશરે રૂ. 827 કરોડ ઉપાડ્યા હતા જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1593.41 કરોડનું રોકાણ કર્યું છે.

બુધવારે બજારમાં રિકવરી જોવા મળી બુધવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મજબૂત બંધ થયા છે. સેન્સેક્સ 612 પોઈન્ટ વધીને 56,930 ના સ્તરે બંધ થયો છે. બીજી તરફ નિફ્ટી 185 પોઈન્ટના વધારા સાથે 16955ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર, ફાર્મા ઇન્ડેક્સ 2 ટકા વધ્યો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો હતો. તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. ટોપ ગેનર્સમાં BAJFINANCE, LT, BHARTIARTL, SUNPHARMA, RELIANCE, SBI, TATASTEEL, ICICIBANK, INDUSINDBK અને KOTAKBANK નો સમાવેશ થયો હતો.

બુધવારના કારોબારની છેલ્લી સ્થિતિ આ મુજબ રહી હતી  SENSEX    56,930.56    +611.55 NIFTY        16955           + 185

આ પણ વાંચો : crypto માં રોકાણ આકર્ષક પણ અસલમાં છે જોખમી, જાણો કેટલા લોકો રાતા પાણીએ ન્હાયા!

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરની કિંમત

Latest News Updates

કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
g clip-path="url(#clip0_868_265)">