crypto માં રોકાણ આકર્ષક પણ અસલમાં છે જોખમી, જાણો કેટલા લોકો રાતા પાણીએ ન્હાયા!

છેતરપિંડી કરનારા સ્પામર્સ આ વર્ષે રોકાણકારોની ક્રિપ્ટોકરન્સીના 7.7 અબજ ડોલર મૂલ્યની વિશ્વમાંથી ઉઠાંતરી કરી છે. આ સમય દરમિયાન રોકાણકારોને સૌથી વધુ ફટકો રાગપુલ દ્વારા થયો હતો.

crypto માં રોકાણ આકર્ષક પણ અસલમાં છે જોખમી, જાણો કેટલા લોકો રાતા પાણીએ ન્હાયા!
Cryptocurrency
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 8:42 AM

કોરોના મહામારી વચ્ચે ક્રિપ્ટોકરન્સી(cryptocurrency) સૌથી વધુ ચર્ચામાં રહી છે. આ વર્ચ્યુઅલ કરન્સીએ મોટી સંખ્યામાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે પરંતુ ઓછા સમયમાં મોટી કમાણી કરવાના ચક્કરમાં રોકાણકારોના પૈસા ડૂબી પણ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં ઠગ એટલે કે સ્પામર્સે ક્રિપ્ટો રોકાણકારો પાસેથી 58,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.

બ્લોકચેન એનાલિસિસ ફર્મ ચેઇન એનાલિસિસનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં નાણાકીય કૌભાંડોની સંખ્યા 50 ટકાથી વધુ વધીને 2021માં 3,300ને વટાવી ગઈ છે. વર્ષ 2020માં છેતરપિંડીના કેસોની સંખ્યા 2052 હતી.

ચાલુ વર્ષે 7.7 અબજ ડોલરની ઠગાઈ એવા પણ સમાચાર છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોની તપાસ કરી રહી છે. આ ચલણની આડમાં ડ્રગ્સનો વેપાર થતો હોવાની આશંકા છે. છેતરપિંડી કરનારા સ્પામર્સ આ વર્ષે રોકાણકારોની ક્રિપ્ટોકરન્સીના 7.7 અબજ ડોલર મૂલ્યની વિશ્વમાંથી ઉઠાંતરી કરી છે. આ સમય દરમિયાન રોકાણકારોને સૌથી વધુ ફટકો રાગપુલ દ્વારા થયો હતો. વાસ્તવમાં Ragpool એક એવી રીત છે કે જેમાં નવી ક્રિપ્ટોકરન્સીના ડેવલોપર્સ લોકોને રોકાણ કરાવી પછી અચાનક ગાયબ થઈ જાય છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ક્રિપ્ટો કૌભાંડોમાં Ragpoolનો હિસ્સો 2.8 અબજ ડોલર છે. આ આંકડો તમામ પ્રકારના ક્રિપ્ટોકરન્સી કૌભાંડોના ત્રીજા ભાગ કરતાં વધુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટૂંકા ગાળામાં વધુ રિટર્નનો વિચાર જોખમી વર્ષ 2021માં વિશ્વની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને ઈથેરિયમના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે તેમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રિપ્ટો કરન્સી ભારત સહિત તમામ મોટા દેશોમાં નિયંત્રિત નથી. દેખીતી રીતે કોઈપણ સરકારી સંસ્થામાં ફરિયાદની જોગવાઈ નથી. આવી સ્થિતિમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે ક્રિપ્ટોકરન્સીના ઊંચા વળતરને જોતા હવે ભારતમાં પણ તેનો ક્રેઝ વધવા લાગ્યો છે. દેશના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ WazirX એ અહેવાલ આપ્યો છે કે એક્સચેન્જ દ્વારા તેનું ટ્રેડિંગ વોલ્યુમ એક વર્ષમાં 18 ગણાથી વધુ વધ્યું છે. આ સાથે એક્સચેન્જ પર યુઝર સાઈનઅપ્સમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે અને યુઝર બેઝ વધીને 10 મિલિયન થઈ ગયો છે. વેપાર વધવાની સાથે એવી આશંકા પણ વધી છે કે છેતરપિંડી કરનારા હવે વધુને વધુ લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરની કિંમત

આ પણ વાંચો : રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">