AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: મોંઘવારીએ માઝા મૂકી, 11 દિવસમાં પેટ્રોલ 2.35 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સુધી મોંઘું

Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 82 ડોલર થી ઉપર પહોંચી ગઈ છે.

Petrol Diesel Price: મોંઘવારીએ માઝા મૂકી, 11 દિવસમાં પેટ્રોલ 2.35 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા સુધી મોંઘું
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 8:55 AM
Share

Petrol Diesel Price: શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, HPCL અને BPCl પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સાથે જ ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલની કિંમત ગયા સપ્તાહના મંગળવારથી વધવા લાગી હતી.

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાણો (Petrol Diesel Rate Today) દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.54 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.12 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.23 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.23 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.54 રૂપિયા અને ડીઝલની કિંમત 99.22 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 101.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.60 રૂપિયા પ્રતિ લિટર છે.

City Petrol (Rupees/liter)  Diesel (Rupees/liter)
Hyderabad 107.67 100.48
Bengluru 107.10 97.74
Patana 106.56 98.61
Ranchi 98.05 97.21
Luknow 100.56 92.53
Bhopal 112.03 101.13
Chandigadh 99.63 91.81
IOC વેબસાઇટ પરથી લેવાયેલ ભાવ

ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યા પછી પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરે છે. એસએમએસ ઉપરાંત, તમે નવીનતમ દરો માટે આઇઓસીએલની સત્તાવાર વેબસાઇટ પણ ચકાસી શકો છો.

પેટ્રોલ અને ડીઝલ કેમ મોંઘુ થઈ રહ્યું છે? સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 82 ડોલર થી ઉપર પહોંચી ગઈ છે.

ING ની રિસર્ચ નોટમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલ માર્કેટમાં અપટ્રેન્ડ ચાલુ રહેશે. કારણ કે મોટા ક્રૂડ ઉત્પાદક દેશો અપેક્ષા રાખે છે કે આગામી મહિનાઓમાં ક્રૂડ તેલની માંગ 150,000 થી 500,000 બેરલ પ્રતિદિન વધશે કારણ કે કુદરતી ગેસના વપરાશકર્તાઓ ગેસના ઊંચા ભાવને કારણે તેલ તરફ વળે છે.

દરમિયાન, માત્ર બુધવારે અને આ સોમવારે સપ્તાહમાં બે દિવસ ભાવ સ્થિર હતા. આ સિવાય દરરોજ ભાવમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.35 રૂપિયાનો વધારો થયો છે. સાથે જ ડીઝલ રૂ. 3 સુધી મોંઘું થયું છે.

આ પણ વાંચો: Air Force Day Parade: રાફેલ, મિગ અને મિરાજ કરશે આકાશમાં ગર્જના, 1971ની જીતનાં રંગમાં રંગાશે આકાશ, દેશનું માથુ ગર્વથી થશે ઉંચુ

આ પણ વાંચો: Navratri 2021: નવ દિવસના ઉપવાસમાં ફરાળ જમવામાં ન કરતા આ ભૂલો, ઘટવાની જગ્યાએ વધી જશે વજન

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">