Opening Bell : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થતિ, Sensex 57071 સુધી સરક્યો
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 571 પોઈન્ટ અથવા 0.99% ઘટીને 57,292 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 169 પોઈન્ટ ઘટીને 17,117 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં કારોબારની શરૂઆત અત્યંત નજીવા વધારા સાથે થઇ હતી જોકે ગણતરીની પળોમાં તે લાલ નિશાન નીચે સરકી ગયું હતું. Sensex 57,297.57 ઉપર ખુલ્યો છે જેનું ગઈકાલનું બંધ સ્તર 57,292.49 હતું. ઇન્ડેક્સ માત્ર 5 અંકના વધારા સાથે ખુલ્યો છે. Nifty ની વાત કરીએ તો કારોબારની શરૂઆત 17,120.40 થી થઇ હતી. ગઈકાલે નિફટી 17,117.60 ઉપર બંધ થયો હતો જે આજે માત્ર 2.80 અંકના વધારા સાથે ખુલ્યો છે. સેન્સેક્સ પ્રારંભિક કારોબારમાં 200 જયારે નિફટી 28 અંક સુધી તૂટ્યા હતા.
વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળ્યા
આજે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. વ્યાજદરમાં વધારો થવાના અણસાર વચ્ચે યુએસ શેરબજારો ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં 4 દિવસની તેજી ઉપર બ્રેક લાગી છે. ઉતાર-ચઢાવ વચ્ચે 200 પોઈન્ટ સરકી બંધ થયો છે. બીજી તરફ ઈન્ટ્રાડેમાં 1.5 ટકાના ઘટાડા બાદ થોડી રિકવરી જોવા મળી હતી અને ઈન્ડેક્સ 55 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. યુએસ બજારોમાં એનર્જી સિવાયના તમામ ક્ષેત્રોમાં દબાણ જોવા મળ્યું હતું. ચીનમાં બોઇંગ અકસ્માતને કારણે બોઇંગનો શેર 3% ઘટ્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં ખરીદી કરી શકાય છે. SGX નિફ્ટી 21.50 પોઈન્ટ વધી રહ્યો છે અને ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. યુરોપમાં પણ મિશ્ર કારોબાર છે.
આજે બજાર માટે નોંધપાત્ર બાબતો
- વ્યાજદરમાં વધારો થવાના સંકેતો પર અમેરિકાના બજારો લપસ્યા
- ક્રૂડ 118 ડોલર સુધી ઉછળ્યું
- પેટ્રોલ-ડીઝલ 80 પૈસા/લીટર અને LPG `50 મોંઘું થયું
- ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળશે: RBI ગવર્નર
કોમોડિટી અપડેટ્સ
- તેલમાં મોટો ઉછાળો બ્રેન્ટ 118 ડૉલરની નજીક પહોંચ્યું
- સોનામાં ખરીદી
FII-DII ડેટા
21 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 2962.12 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 252.91 કરોડનું રોકાણ કર્યું હતું.
છેલ્લા સત્રનો કારોબાર
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 571 પોઈન્ટ અથવા 0.99% ઘટીને 57,292 પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 169 પોઈન્ટ ઘટીને 17,117 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન બાબા રામદેવની કંપની રૂચી સોયાનો શેર લગભગ 9.39% ઘટ્યો હતો. સેન્સેક્સ 167 પોઈન્ટ વધીને 58,030 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન, તે 58,117ના ઉપલા સ્તર અને 57,229ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.