LIC IPO : DPIIT એ ઓટોમેટિક રૂટ હેઠળ LICમાં 20 ટકા FDI સૂચિત કર્યું, જાણો ક્યારે આવી શકે છે IPO

સરકાર પાસે સેબીમાં નવા દસ્તાવેજો ફાઇલ કર્યા વિના જીવન વીમા નિગમનો IPO લાવવા માટે 12 મે સુધીનો સમય છે. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.

LIC IPO : DPIIT એ ઓટોમેટિક રૂટ હેઠળ LICમાં 20 ટકા FDI સૂચિત કર્યું, જાણો ક્યારે આવી શકે છે IPO
LIC IPO
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Mar 15, 2022 | 8:40 AM

ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ IPO-બાઉન્ડ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) માં 20 ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ને મંજૂરી આપવાના સરકારના નિર્ણયની સૂચના આપી હતી. ડીપીઆઈઆઈટીએ સોમવારે જાહેરનામું બહાર પાડ્યું હતું. કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટના નિર્ણયને મંજૂરી આપી હતી. સરકારના આ પગલાથી દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટમાં સરળતા રહેશે. સરકારે આઈપીઓ(LIC IPO) દ્વારા શેરબજારમાં એલઆઈસીના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. વિદેશી રોકાણકારો આ મેગા IPOમાં ભાગ લેવા ઈચ્છે છે જોકે વર્તમાન FDI પોલિસી હેઠળ LIC એક્ટ 1956 હેઠળ રચાયેલ વૈધાનિક નિગમમાં LICમાં વિદેશી રોકાણ માટેની કોઈ વિશેષ જોગવાઈ નથી.

LICમાં 20 ટકા FDIને મંજૂરી

હાલમાં એફડીઆઈ પોલિસી અનુસાર સરકારી મંજૂરી હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણની મર્યાદા 20 ટકા છે તેથી એલઆઈસી અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓમાં 20 ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

63,000 કરોડ એકત્ર થવાની ધારણા

મને જણાવી દઈએ કે આ હિસ્સાના વેચાણથી રૂ. 63,000 કરોડ એકત્ર થવાની ધારણા છે. IPO ભારત સરકાર દ્વારા OFS સ્વરૂપે લાવવામાં આવી રહ્યો છે. LIC 28.3 કરોડ પોલિસીઓ અને 13.5 લાખ એજન્ટો સાથે નવા પ્રીમિયમ બિઝનેસમાં 66 ટકા બજારહિસ્સો ધરાવે છે.

IPO નું લોન્ચિંગ લંબાવાની શક્યતા

સરકારે માર્ચમાં આ IPO લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વર્તમાન જીઓ પોલીટીકક ટેંશન અને આર્થિક પરિસ્થિતિમાં તે ટાળવામાં આવે તેવી શક્યતા છે.

સરકાર પાસે સેબીમાં નવા દસ્તાવેજો ફાઇલ કર્યા વિના જીવન વીમા નિગમનો IPO લાવવા માટે 12 મે સુધીનો સમય છે. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.

છેલ્લા પખવાડિયામાં બજારની અસ્થિરતા ઓછી થઈ હોવા છતાં બજાર વધુ સ્થિર થવાની રાહ જોવામાં આવશે જેનાથી છૂટક રોકાણકારોને શેરોમાં રોકાણ કરવાનો વિશ્વાસ મળશે. LIC એ રિટેલ રોકાણકારો માટે તેના કુલ IPO કદના 35 ટકા સુધી અનામત રાખ્યું છે.

રિટેલ રોકાણકારો રિઝર્વ હિસ્સાની ભરપાઈ કરવા માટે આશરે રૂ. 20,000 કરોડની જરૂર છે. વર્તમાન રિટેલ માંગ સ્ટોકના સમગ્ર ક્વોટાને ભરવા માટે પૂરતી નથી.

જો આ મહિને આ IPO આવે છે તો સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે 78 હજાર કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણનો લક્ષ્યાંક હાંસલ કરશે. જો આમ નહીં થાય તો ફરી એકવાર સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જશે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે તમારા શહેરમાં ઇંધણ સસ્તું થયું કે નહિ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : FPO ના લોન્ચિંગ પહેલા Ruchi Soya ના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી, કંપનીમાં પતંજલિનો 98.9 ટકાહિસ્સો છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati