Share Market : બજેટ બાદ સેન્સેક્સમાં 1700થી વધુ પોઈન્ટનો કડાકો,રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા,જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલ સામાન્ય બજેટ (Budget 2022) બાદ સેન્સેક્સ(Sensex)1700 પોઈન્ટ તૂટી ગયો છે.

Share Market : બજેટ બાદ સેન્સેક્સમાં 1700થી વધુ પોઈન્ટનો કડાકો,રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા,જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
આજે શેરબજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 8:15 AM

Share Market : ભારતીય શેરબજાર (India Stock Market)માં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી. 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલ સામાન્ય બજેટ (Budget 2022) બાદ સેન્સેક્સ(Sensex)1700 પોઈન્ટ તૂટી ગયો છે. આ ઘટાડામાં રોકાણકારોને રૂ. 6.23 લાખ કરોડનું નુકસાન થયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી લીધા છે. બીજી તરફ RBI ની બેઠક શરૂ થઈ ગઈ છે. વર્ષ 2022ની આ પ્રથમ બેઠક છે જે 7 ફેબ્રુઆરી સોમવારથી શરૂ થવાની હતી પરંતુ સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનને કારણે મહારાષ્ટ્રમાં જાહેર રજા જાહેર કરવામાં આવતા 8 ફેબ્રુઆરીથી તેની શરૂઆત થઈ ગઈ છે. આ બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવશે. તેથી વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક રોકાણકારો બજારમાં વેઇટ એન્ડ વોચ વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

બજેટ પછી શેર બજારમાં ભારે ઘટાડો

SENSEX  NIFTY MIDCAP150
-3 % -3 % -3 %

સેક્ટર ઇન્ડેક્સમાં પરિસ્થિતિ શું છે ?

Sector Loss (%)
Realty Index -9.5
Media -5
IT Index -6
Auto -3.5
Health -3.1
FMCG -2.8

6 લાખ કરોડથી વધુ ડૂબી ગયા

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા સામાન્ય બજેટ બાદ સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી પરંતુ બીજા દિવસે એટલે કે 2 ફેબ્રુઆરીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો ચાલુ છે. દરમિયાન સેન્સેક્સ 1700 પોઈન્ટની ઉપર તૂટી ગયો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોના રૂ. 6.23 લાખ કરોડ ડૂબી ગયા છે. BSE પર આપવામાં આવેલા ડેટા મુજબ BSE પર લિસ્ટેડ કંપનીઓના શેરનું મૂલ્ય રૂ 2,70,64,905.75 કરોડ હતું જે હવે ઘટીને રૂ. 2,64,41,631.88 કરોડ થઇ ગયું છે.

રોકાણકારો માટે સલાહ

એસ્કોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે TV9 ને જણાવ્યું હતું કે શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વ્યાજદરને લઈને વધતી ચિંતા છે. 10 ફેબ્રુઆરીના રોજ RBI ના નિર્ણય બાદ બજારની દિશા અને સ્થિતિ નક્કી કરવામાં આવશે. જો વ્યાજદરમાં વધારો થશે તો બજારમાં ઘટાડો થવાની ધારણા છે. બીજી તરફ આરબીઆઈની કોમેન્ટ્રી પણ બજાર માટે ઘણી મહત્વની રહેશે. કારણ કે વૃદ્ધિ-મોંઘવારી અને વ્યાજદરની ખબર પડશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આસિફ કહે છે કે અત્યારે રોકાણકારોએ ઘટાડાના સમયે ખરીદી કરવી જોઈએ. રોકાણકારોએ શેર ની SIP કરવી જોઈએ. તેથી ઘટાડાનો લાભ લઇ શકે. જો તમે સ્ટોક પસંદ કરવા માંગતા હોય તો હાલમાં ડેટ ફ્રી કંપનીઓના શેરો પર દાવ લગાવવો વધુ સારું રહેશે.

આ પણ વાંચો :Share Market : સપ્તાહના બીજા દિવસે ઉતાર – ચઢાવના અંતે Sensex 187 અને Nifty 53 અંક વધારા સાથે બંધ થયા

આ પણ વાંચો : Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ

g clip-path="url(#clip0_868_265)">