AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ

ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે.

Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ
Income Tax Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 8:05 AM
Share

આવકવેરા વિભાગ(Income Tax Department) હાલના સમયમાં રોકડ વ્યવહારને લઈને ખૂબ જ સતર્ક બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે જેવા વિવિધ રોકાણ પ્લેટફોર્મ પર સામાન્ય લોકો માટે રોકડ વ્યવહારોના નિયમોને કડક બનાવ્યા છે.

ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જાણો આવા જ 5 વ્યવહારો વિશે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

  • બેંક ટર્મ ડિપોઝિટ (FD) જો તમે રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની FD વર્ષમાં એક કે તેથી વધુ વખત કરો છો તો આવકવેરા વિભાગ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે. તે કિસ્સામાં જો શક્ય હોય તો મોટાભાગના પૈસા FDમાં ઑનલાઇન અથવા ચેક દ્વારા જમા કરવા વધુ હિતાવહ રહે છે.
  • બેંક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેના એક ખાતામાં અથવા એક કરતાં વધુ ખાતામાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરે તો આવકવેરા વિભાગ પૈસાના સ્ત્રોત પર પ્રશ્ન કરી શકે છે. ચાલુ ખાતામાં મહત્તમ મર્યાદા રૂ. 50 લાખ હોય છે.
  • ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કેટલીકવાર લોકો ક્રેડિટ કાર્ડ બિલ પણ રોકડમાં જમા કરાવે છે. જો તમે રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલ તરીકે એક સમયે 1 લાખ થી વધુ જમા કરાવો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્ન પૂછી શકે છે. બીજી તરફ જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ નાણાકીય વર્ષમાં 10 લાખ રોકડમાં વધુ ચૂકવો તો પણ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછવામાં આવી શકે છે.
  • મિલકતના વ્યવહારો જો તમે પ્રોપર્ટી રજિસ્ટ્રાર પાસે રોકડમાં મોટા વ્યવહારો કરો છો તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને જાય છે. જો તમે 30 લાખ કે તેથી વધુની પ્રોપર્ટી રોકડમાં ખરીદો કે વેચો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર આવકવેરા વિભાગને જાણ કરશે
  • શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડની ખરીદી જો તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટા રોકડ વ્યવહારો કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નાણાકીય વર્ષમાં આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મહત્તમ રૂ.10 લાખ સુધીના રોકડ વ્યવહારો કરી શકાય છે. તેથી જો તમારી પાસે આમાંથી કોઈપણમાં રોકાણ કરવાની કોઈ યોજના છે તો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારે મોટી રોકડ રકમનો ઉપયોગ ટાળવો જોઈએ.

આ પણ વાંચો : સરકારની આ યોજના દ્વારા પરિણીત યુગલ દર મહિને મેળવી શકે છે 10,000 રૂપિયા

આ પણ વાંચો : Bank Results : ઈન્ડિયન બેંકનો નફો 34 % વધ્યો, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના પ્રોફીટમાં 49 % નો વધારો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">