AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સપ્તાહના બીજા દિવસે ઉતાર – ચઢાવના અંતે Sensex 187 અને Nifty 53 અંક વધારા સાથે બંધ થયા

શેરબજાર(Share Market)માં આજેસપ્તાહના પહેલા દિવસેકારોબાર મોટા ઘટાડા સાથે પૂર્ણ થયો છે. સેન્સેક્સ(Sensex) 1023 પોઈન્ટ ઘટીને 57,621 પર બંધ થયો હતો.

Share Market : સપ્તાહના બીજા દિવસે ઉતાર - ચઢાવના અંતે Sensex 187 અને Nifty 53 અંક વધારા સાથે બંધ થયા
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 4:48 PM
Share

Share Market : સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું છે. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 150 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાથી વધુ વધીને 57,808.58 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty Today ) પણ 25 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 17,239.20 પર બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 33 પોઈન્ટ ચઢીને 38028 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 19 શેરોમાં ખરીદારી અને 11 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 29 શેરોમાં ખરીદારી અને 21 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજારની છેલ્લી સ્થિતિ

SENSEX 57,808.58                                   +187.39 (0.33%)
NIFTY  17,266.75                                    +53.15 (0.31%)

શરૂઆત  સારી રહી હતી

સોમવારના કડાકા બાદ આજે સપ્તાહના બીજા દિવસે(Opening Bell) ભારતીય શેરબજારમાં ખરીદારી જોવા મળી રહી છે, બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજર પડ્યા હતા . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ(Sensex) 200 અને નિફટી(Nifty) 66 અંક વધારા સાથે નજરે પડ્યો હતો. જોકે બાદમાં કારોબાર લાલ નિશાન નીચે સરક્યો હતો. સેન્સેક્સ  અને નિફ્ટી નીચે દેખાયા હતા.

 આજના કારોબારમાં ઈન્ડેક્સની સ્થિતિ

SENSEX

Open 57,799.67
Prev close 57,621.19
High 57,925.82
Low 57,058.77

NIFTY

Open 17,279.85
Prev close 17,213.60
High 17,306.45
Low 17,043.65

વૈશ્વિક સંકેત મિશ્ર

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે. યુએસ બજારોની વાત કરીએ તો ડાઉ જોન્સ(Dow Jones) થોડી લીડ સાથે લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યો. બીજી તરફ નાસ્ડેક(Nasdaq)માં 0.58 ટકા અથવા 82.34 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 14015ના સ્તરે લાલ નિશાન સાથે બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો એસજીએક્સ નિફ્ટીમાં 40 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો જેની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી શકે છે. યુએસ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.

કારોબારમાં આ બાબતો મહત્વની રહી

  • અમેરિકાના બજારમાં કારોબારમાં ઉતાર – ચઢાવ રહ્યો
  • નાલ્કો, ટીવીએસ મોટર્સના પરિણામોથી એક્શન જોવા મળી શકે છે
  • આજથી MPCની બેઠક મળી રહી છે 10 ફેબ્રુઆરીએ ક્રેડિટ પોલિસી જાહેર થશે

આજે કઈ કંપનીઓનું પરિણામ મળશે?

ભારતી એરટેલના પરિણામો આજે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યુમર, બાટા ઈન્ડિયા, એસ્કોર્ટ્સ, IRCTC સહિતની ઘણી કંપનીઓ તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો શેર કરશે.

FII અને DII ડેટા

સોમવારે ઘટાડા દરમિયાન FII અને DIIમાં પણ વેચવાલી જોવા મળી હતી. 7 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1157.23 કરોડ જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII એ રૂ. 1376.49 કરોડનું વેચાણ કર્યું હતું.

સોમવારે કડાકો બોલ્યો હતો

શેરબજાર(Share Market)માં આજેસપ્તાહના પહેલા દિવસેકારોબાર મોટા ઘટાડા સાથે પૂર્ણ થયો છે. સેન્સેક્સ(Sensex) 1023 પોઈન્ટ ઘટીને 57,621 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેર વધ્યા છે જ્યારે 27 શેરમાં ઘટાડો દેખાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકાથી આ ઘટાડો થયો છે. બીજી તરફ ક્રૂડની કિંમત 93 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જોકે ભારતમાં ચૂંટણીની મોસમમાં રિટેલ વેચાણ પર તેની કોઈ અસર થવાની નથી. પરંતુ ચૂંટણી બાદ વધારાની શક્યતાઓ નકારી શકાય નહિ

આ પણ વાંચો : LIC IPO : જો તમારી પાસે LIC ની પોલિસી છે તો તમને સસ્તામાં મળી શકે છે શેર, ચાલુ સપ્તાહે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ થશે

આ પણ વાંચો : Share Market : સોમવારે શેરબજારમાં કડાકો બોલવા પાછળ આ બાબતો રહી કારણભૂત, આજે કેવો રહેશે કારોબાર?

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">