LIC IPO : સરકાર 3.5% હિસ્સો વેચશે, 21,000 કરોડ એકત્ર કરવાની આશા

સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. મેના પ્રથમ સપ્તાહમાં આવનારા IPO દરમિયાન સરકારી હિસ્સાના વેચાણથી આશરે 21,000 કરોડ રૂપિયા એકત્ર થવાની ધારણા છે.

LIC IPO : સરકાર 3.5% હિસ્સો વેચશે, 21,000 કરોડ એકત્ર કરવાની આશા
LIC IPO (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:35 AM

સરકાર આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના ઈનીશિયલ પબ્લીક ઓફરીંગ (IPO)માં તેનો 3.5 ટકા હિસ્સો (Stake) વેચશે. એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, મેના પ્રથમ સપ્તાહમાં આવનારા IPO દરમિયાન સરકારી હિસ્સાના વેચાણથી આશરે 21,000 કરોડ રૂપિયા એકત્ર થવાની ધારણા છે. LIC બુધવાર સુધીમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે અંતિમ મંજૂરીની અરજી ફાઇલ કરી શકે છે. આ અધિકારીએ એલઆઈસીના આઈપીઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે એલઆઈસીનો આઈપીઓ મેના પ્રથમ સપ્તાહમાં બજારમાં આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન સરકાર LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. જોકે આ માટે રેગ્યુલેટરી મંજૂરી લેવાની બાકી છે.

એલઆઈસીએ ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે ડ્રાફ્ટ ઈશ્યુ દસ્તાવેજ ફાઈલ કર્યો હતો. તે સમયે LICએ કહ્યું હતું કે સરકાર આ વીમા કંપનીમાં પાંચ ટકા હિસ્સો એટલે કે 31.6 કરોડ શેર વેચશે.

IPO થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યો હતો

જોકે, રુસ-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારોમાં આવેલી અસ્થિરતાને કારણે એલઆઈસીનો આઈપીઓ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. બદલાયેલી પરિસ્થિતિને જોતાં સરકારને IPOનું કદ ઘટાડીને 3.5 ટકા કરવાની ફરજ પડી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

અધિકારીએ જણાવ્યું કે એલઆઈસીના પોલિસીધારકો અને કર્મચારીઓ માટે બુધવાર સુધીમાં આઈપીઓનું આરક્ષણ, ડિસ્કાઉન્ટ, ઈશ્યુ તારીખ અને મૂલ્ય જાણી શકાશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સરકાર LICના IPOનું કદ 40 ટકા સુધી ઘટાડી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યુક્રેન સંકટને ધ્યાનમાં રાખીને સરકાર એલઆઈસીનો આઈપીઓ 40 ટકા ઘટાડીને 30 હજાર કરોડ રૂપિયા કરી શકે છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે રશિયા-યુક્રેન સંકટને કારણે LICનું વેલ્યુએશન ખૂબ જ ઘટી ગયું છે. IPOના કદમાં 40 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, તે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો IPO હશે.

રિપોર્ટ અનુસાર જીવન વીમા નિગમનો IPO આગામી બે સપ્તાહમાં આવી શકે છે. LICનું વેલ્યુએશન 6 લાખ કરોડ રૂપિયાની આસપાસ રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સરકાર માત્ર 5 ટકા હિસ્સો વેચીને 30 હજાર કરોડનું ભંડોળ એકત્રિત કરશે.

આ પણ વાંચો : ICICI બેન્કનો માર્ચ ક્વાર્ટરનો નફો 59 ટકા વધીને 7018 કરોડ રૂપિયા થયો, NII માં 21 ટકાનો વધારો

g clip-path="url(#clip0_868_265)">