રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 24 વર્ષના ગાળા બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે માત્ર આશ્ચર્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ચિંતા પણ વધારી દીધી છે. આ મુલાકાતે બંને દેશો વચ્ચે વધતી નિકટતાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિકટતામાંથી કયા પ્રકારના તાત્કાલિક અને લાંબા ગાળાના ગંભીર પરિણામો આવી શકે છે.
કેટલાક રક્ષા ક્ષેત્રના નિષ્ણાંત ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ ગણાવાઈ રહ્યા છે. વાત યુદ્ધની હોય ત્યારે ડિફેન્સ સેક્ટર ચોક્કસ ચર્ચામાં રહે છે. ભારત રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે આ અહેવાલ ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં તેજી લાવી શકે છે.
એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયા આર્થિક સહાય અને ટેક્નોલોજી ટ્રાન્સફરના બદલામાં રશિયાને દારૂગોળો અને અન્ય સૈન્ય સહાય આપી શકે છે. બંને દેશો વચ્ચેના કરારમાં એકબીજાને મદદ કરવાની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ પુતિને ઉત્તર કોરિયા સાથે રશિયાના સૈન્ય અને તકનીકી સહયોગને નકારી કાઢ્યો ન હતો. પુતિને યુક્રેન નીતિ અંગે રશિયાના બિનશરતી સમર્થન માટે ઉત્તર કોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પુતિનનું ઉત્તર કોરિયામાં આગમન પર જે રીતે ભાવુક સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પર જે રીતે કિમ જોંગ ઉન પોતે તેમનું સ્વાગત કર્યા બાદ કારમાં તેમની સાથે ગેસ્ટ હાઉસમાં ગયા હતા તે જોઈને સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચેની પરસ્પર નિકટતાને રેખાંકિત કરવામાં આવી છે.
બંને પક્ષે કોઈ કસર બાકી ન હતી. યુક્રેન યુદ્ધ જેમ જેમ ખેંચાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રશિયાને ઉત્તર કોરિયાના સહકારની સખત જરૂર છે. પુતિનના જણાવ્યા મુજબ કોઈપણ દેશ પર હુમલાની સ્થિતિમાં ‘દ્વિપક્ષીય સહકાર’નું વચન આપે છે.
લાંબા સમયથી વિશ્વ મંચ પર એકલતાનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય રશિયાની નિકટતા પણ મહત્વપૂર્ણ છે. યુક્રેન યુદ્ધથી ઉભી થયેલી જરૂરિયાતો અને પશ્ચિમી દેશોથી વધતા અંતરને જોતા તેનું વલણ બદલાયું છે.
અનુમાન લગાવાઈ રહ્યું છે. આ બે દેશની નિકટતા ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધુ પ્રબળ બનાવશે. આજે ભારતીય શેરબજારમાં સ્પષ્ટ વલણ ન હોવા છતાં ડિફેન્સ સ્ટોક્સનું પર્ફોમન્સ સારું રહ્યું હતું.
COMPANY | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ASTRA MICRO | 989.00 0.42% | 989.85 0.47% |
BHARAT DYNAMICS | 1,570.95 0.45% | 1,576.35 0.80% |
BHARAT ELECTRONICS | 312.25 0.95% | 312.15 0.92% |
BHARAT FORGE | 1,737.95 2.02% | 1,735.15 1.86% |
CFF FLUID CONTROL | 806.00 14.55% | Not Listed |
DATA PATTERNS | 3,003.00 0.37% | 3,005.95 0.42% |
HINDUSTAN AERO. | 5,339.95 0.50% | 5,343.00 0.58% |
IDEAFORGE TECHNOLOGY | 806.85 0.44% | 805.95 0.27% |
MAZAGON DOCK SHIP. | 4,030.50 1.57% | 4,027.40 1.46% |
MTAR TECHNOLOGIES | 1,889.30 1.04% | 1,888.00 0.93% |
PARAS DEFENCE & SPACE TECH | 1,450.00 0.28% | 1,449.00 0.18% |
ભારતનું સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્ર એ ભારતમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત પાસે 1.44 મિલિયનથી વધુ સક્રિય કર્મચારીઓની તાકાત સાથે વિશ્વની સૌથી મોટી લશ્કરી દળોમાં સમાવેશ થાય છે. ભારત પાસે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર BHARAT ELECTRONICS, DATA PATTERNS, HINDUSTAN AERONAUTICS , MTAR TECHNOLOGIES , PARAS DEFENCE & SPACE TECH, SOLAR INDUSTRIES , PREMIER EXPLOSIVE સહીત ઘણી કંપનીઓ છે જે તેજીમાં છે અથવા તાજેતરમાં સારું રિટર્ન આપી ચુકી છે. આ શેર તમારા વોચલિસ્ટમાં રાખજો જે તમને સારું રિટર્ન આપે તેમ લાગી રહ્યું છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 1:13 pm, Thu, 20 June 24