ITR Filing : શું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે? વાંચો આવકવેરા વિભાગનો જવાબ

|

Jul 25, 2024 | 8:59 AM

ITR Filing : સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. તો ચાલો જાણીએ કે શું ખરેખર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે?

ITR Filing : શું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે? વાંચો આવકવેરા વિભાગનો જવાબ

Follow us on

ITR Filing : જો તમે પણ કરદાતા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખને લઈને ઘણા લોકોના પ્રશ્નો હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. તો ચાલો જાણીએ કે શું ખરેખર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે?

શું ITR ફાઇલ કરવાની સમયમર્યાદા ખરેખર લંબાવવામાં આવી છે?

ઈન્કમટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોને લઈને ચેતવણી જાહેર કરી છે. વિભાગે કહ્યું કે સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ક્લિપ ફરતી થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ITR ઈ-ફાઈલિંગની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ સમાચાર ખોટા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે.

આવકવેરાના નામે છેતરપિંડી

આવકવેરા વિભાગે કરદાતાઓને  ફેક ન્યૂઝ અને ટેક્સ રિફંડના નામે થઈ રહેલા નવા કૌભાંડોથી બચવા ચેતવણી આપી છે. વિભાગે કહ્યું કે કેટલાક સ્કેમર્સ ટેક્સ રિફંડના નામે એસએમએસ અને ઈમેલ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ટેક્સ રિફંડ સંબંધિત કોઈપણ સંદેશ અથવા ઈમેઈલની સત્તાવાર ચેનલો દ્વારા પુષ્ટિ કરવી આવશ્યક છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ ટેક્સ ભર્યો છે

આ બધું હોવા છતાં આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં ભારે વધારો નોંધાવ્યો છે. 22 જુલાઈ, 2024 સુધીમાં 4 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતા 8 ટકા વધુ છે. આ વર્ષે 7મી જુલાઈ અને 16મી જુલાઈએ 2 કરોડ અને 3 કરોડનો આંકડો વટાવી ગયો હતો. ગત વર્ષે 4 કરોડનો આંકડો 24મી જુલાઈએ પાર થયો હતો.

ડેડલાઈન લંબાવવા ઘણા સંગઠનોની માંગ

જો કે, ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ટેક્નિકલ ખામીને કારણે ટેક્સ ભરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આવકવેરા પોર્ટલ પર ઘણી તકનીકી સમસ્યાઓની ફરિયાદ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સમયમર્યાદા લંબાવવામાં આવે. ICAI, કર્ણાટક સ્ટેટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (KSCAA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ જેવી સંસ્થાઓએ અનેક મુદ્દાઓને ટાંકીને 31 ઓગસ્ટ 2024 સુધી સમયમર્યાદા વધારવાની માંગ કરી છે.

Published On - 8:59 am, Thu, 25 July 24

Next Article