ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) પૂર્વે ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન(Indian Railway Finance Corporation) IRFC દ્વારા શુક્રવારે એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ 1,398 કરોડ એકત્ર કરાયા હતા. IRFC એ એક જાહેર ક્ષેત્રની કંપની છે જે ભારતીય રેલ્વેની ભારત સરકારની માલિકીની છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 31 એન્કર રોકાણકારોને શેર દીઠ 26 રૂપિયાના દરે 3,34,563,007 ઇક્વિટી શેર આપવામાં આવ્યા છે. IRFCનો IPO 18 જાન્યુઆરીએ ખુલશે. આ ભાવે IRFC એ રોકાણકારો પાસેથી કુલ 1,398.63 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા.
એન્કર રોકાણકારોમાં એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ, નિપ્પન લાઇફ ઇન્ડિયા ટ્રસ્ટી લિમિટેડ, સિંગાપોર સરકાર, કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી ફંડ, કોટક મહિન્દ્રા (ઇન્ટરનેશનલ) લિમિટેડ, ગોલ્ડમેન સૈક્સ (સિંગાપોર) PTE અને ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.
એન્કર રોકાણકારોને જારી કરાયેલા 53.45 કરોડ શેરમાંથી શેર મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપોરએ 4.15 ટકા શેર ખરીદ્યા છે. 39.98 કરોડ રૂપિયાના શેર કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને ફાળવવામાં આવ્યા હતા. ગોલ્ડમ ને 29.98 કરોડ રૂપિયાના 2.16% શેર ખરીદયાછે.યે, BNP Paribas એ 3.44 ટકા શેર 44.97 કરોડમાં ખરીદ્યા છે. એચડીએફસી ઇક્વિટી ફંડે 268 કરોડ રૂપિયામાં 19.32 ટકા શેર ખરીદ્યો છે. નિપ્પન ઇન્ડિયા ટેક્સ સેવર ફંડએ કંપનીના 8.99 ટકા શેર 124.99 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સિવાય 4 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને 32.61 કરોડ શેર ફાળવવામાં આવ્યા છે.