IRDA એ 4 જાણીતી વીમા કંપનીઓને દંડ ફટકાર્યો, નિયમ ભંગ બદલ 51 લાખ ચૂકવવા પડશે

નિયમોના ઉલ્લંઘન મામલે  ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ IRDA (Insurance Regulatory and Development Authority of India) એ દેશની ચાર નામાંકિત વીમા કંપનીઓને દંડ ફટકાર્યો છે.

IRDA એ  4 જાણીતી વીમા કંપનીઓને દંડ ફટકાર્યો, નિયમ ભંગ બદલ 51 લાખ ચૂકવવા પડશે
IRDA એ દેશની ચાર નામાંકિત વીમા કંપનીઓને દંડ ફટકાર્યો છે.
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 8:23 AM

નિયમોના ઉલ્લંઘન મામલે  ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ IRDA (Insurance Regulatory and Development Authority of India) એ દેશની ચાર નામાંકિત વીમા કંપનીઓને દંડ ફટકાર્યો છે. આ અંતર્ગત તેમને 51 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ કંપનીઓ પર મોટર વીમા સંબંધિત કેટલાક નિયમોની અવગણના કરવાનો આરોપ છે.

નિયમોના ભંગ બદલ IRDA તરફથી SBI જનરલ ઇન્સ્યુરન્સ પર 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર આરોપ છે કે મોટર થર્ડ પાર્ટી (MTP) વ્યવસાય માટે નિયમનકારી પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરાઈ નથી. આ ઉપરાંત IRDA એ લિબર્ટી જનરલ ઇન્સ્યુરન્સ લિમિટેડને 13 લાખ રૂપિયા, બજાજ એલિઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને 10 લાખ રૂપિયા અને રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. તે બધા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

IRDAએ તેના આદેશમાં જણાવ્યું છે કે એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ નાણાકીય વર્ષ 2017-18માં એમટીપીના વચનો પૂરા કર્યા નથી. તે જ સમયે, લિબર્ટી જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ મોટર વીમા સેવા પ્રદાતા (MISP) ની માર્ગદર્શિકાની કેટલીક જોગવાઈઓનું પાલન કર્યું નથી. આને કારણે આ કંપનીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બજાજ એલીઆન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ પર પણ વીમા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કંપનીએ 1938 ની કેટલીક જોગવાઈઓનું પાલન કર્યું નથી. તેથી તેના પર દસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યુરન્સએ એમઆઈએસપી માર્ગદર્શિકાઓની અવગણના કરી છે.

છેતરપિંડી રોકવા માટેના પગલા પણ લેવામાં આવ્યા હતા ભારતીય વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAએ તાજેતરમાં વીમાધારકોને છેતરપિંડીથી બચાવવા માટે મોટો નિર્ણય લીધો હતો. IRDAએ તમામ વીમા કંપનીઓને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે તેમના મેસેજ ફોર્મેટની નોંધણી કરવા નિર્દેશ આપ્યો છે. વીમા કંપનીઓ પાસે એક અનોખો ટેમ્પલેટ હશે જેના દ્વારા ગ્રાહકો વાસ્તવિક સંદેશને ઓળખવામાં સમર્થ હશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">