દેશની ચોથી સૌથી મોટી કંપની બની Infosys, પરિણામો બાદ સ્ટોકમાં તેજીની અસર દેખાઈ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 14, 2022 | 5:28 PM

શેરમાં આજે તેજી જોવા મળી છે. અગાઉના 1419.75ના બંધ સ્તરની સામે શેર આજે 1494ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આજના ટ્રેડિંગમાં શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

દેશની ચોથી સૌથી મોટી કંપની બની Infosys, પરિણામો બાદ સ્ટોકમાં તેજીની અસર દેખાઈ
Infosys
Image Credit source: PTI

બીજા ક્વાર્ટરના પરિણામો બાદ સ્ટોકમાં આવેલી તેજીને કારણે ઈન્ફોસિસ (Infosys) બજાર મૂલ્યની દૃષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીએ આજે ​​HULને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નફો 11 ટકા વધ્યો છે. તે જ સમયે, આવકમાં 23 ટકાથી વધુનો વધારો થયો છે. ETના મતે કંપનીની કમાણી અને નફાના આંકડા બજારના અંદાજ કરતાં સારા રહ્યા છે. આ પછી શેરમાં વધારો જોવા મળ્યો છે.

આજે સ્ટોક ક્યાં પહોંચ્યો?

શેરમાં આજે તેજી જોવા મળી છે. અગાઉના 1419.75ના બંધ સ્તરની સામે શેર આજે 1494ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. આજના ટ્રેડિંગમાં શેરમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જે બાદ કંપનીની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 6.2 લાખ કરોડ થઈ ગઈ. શેરની એક વર્ષની ઊંચી સપાટી 1954 હતી અને વર્ષની નીચી સપાટી 1355 હતી. શેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણ જોવા મળી રહ્યું હતું. યુરોપ અને અમેરિકામાં મંદીના સંકેતોની કંપનીના કારોબાર પર અસર થવાની ભીતિને કારણે શેરમાં વેચવાલી જોવા મળી હતી. જો કે સારા પરિણામ બાદ આજે ફરી શેરમાં વધારો થયો છે.

ઈન્ફોસિસ ચોથા સ્થાને પહોંચી

આજના ઉછાળા પછી ઈન્ફોસિસનું બજાર મૂલ્ય રૂ. 6.2 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે ઈન્ફોસિસે HULને પાછળ છોડી દીધું છે. જેની બજાર કિંમત હાલમાં 6.1 લાખ કરોડ રૂપિયાની નજીક છે. હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે, જેની બજાર કિંમત રૂ. 16 લાખ કરોડથી વધુ છે. તે પછી રૂ. 11.3 લાખ કરોડના બજાર મૂલ્ય સાથે TCS અને રૂ. 8 લાખ કરોડના મૂલ્ય સાથે HDFC બેન્કનો નંબર આવે છે.

કેવા રહ્યા ઈન્ફોસિસના પરિણામો?

ઈન્ફોસિસની આવક રૂ. 36,538 કરોડ રહી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 23.4 ટકાનો વધારો બતાવે છે. તે જ સમયે, ચોખ્ખો નફો 11 ટકા વધીને 6,021 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ પરિણામોની સાથે ડિવિડન્ડ અને બાયબેકની પણ જાહેરાત કરી છે. બોર્ડે રૂ. 9,300 કરોડના શેર બાયબેકની જાહેરાત કરી છે. આ બાયબેક 1,850 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવશે. શેર આજે 1,420 રૂપિયા પર બંધ થયો છે. આ સાથે બોર્ડે રોકાણકારોને પ્રતિ શેર 16.5 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati