વિપ્રો પછી ઈન્ફોસિસમાં મૂનલાઈટિંગ પર મોટી કાર્યવાહી, ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

તાજેતરના સમયમાં મૂનલાઇટિંગની ખૂબ ચર્ચા થઈ છે. ઈન્ફોસિસે અહીં મૂનલાઈટિંગ (Moonlighting) કરતા ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

વિપ્રો પછી ઈન્ફોસિસમાં મૂનલાઈટિંગ પર મોટી કાર્યવાહી, ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા
ઇન્ફોસિસે મૂનલાઇટિંગ માટે કર્મચારીઓને કાઢી મૂક્યાImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 12:43 PM

ઈન્ફોસિસે મૂનલાઈટિંગ (Moonlighting)કરતા ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. ઇન્ફોસિસ (Infosys) તરફથી આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે ટેક કંપની વિપ્રોએ (Wipro)ગયા મહિને 300 કર્મચારીઓની છટણી કરી હતી. કારણ કે તેઓ મૂનલાઇટિંગ કરી રહ્યા હતા. વાસ્તવમાં, મૂનલાઇટિંગનો અર્થ એ છે કે એક કંપનીમાં કામ કરવા સિવાય, કર્મચારી અન્ય કંપનીમાં પણ કામ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિપ્રોના પગલે ચાલીને, ઇન્ફોસિસે હવે તાજેતરના મહિનાઓમાં મૂનલાઇટિંગ કરતા ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કરીયર સમાચાર અહીં વાંચો.

ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે ગુરુવારે કહ્યું, ‘જો અમને બે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ મળ્યા અને તેમાં ગોપનીયતાનો મુદ્દો પણ હતો. આવી સ્થિતિમાં, છેલ્લા 12 મહિનામાં અમે ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. જોકે, મૂનલાઇટિંગ કરતા પકડાયા બાદ કેટલા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેની માહિતી તેમણે આપી નથી. વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ થોડા અઠવાડિયા પહેલા કહ્યું હતું કે કંપનીએ મૂનલાઇટિંગ કરવા બદલ કંપનીમાંથી 300 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

ઇન્ફોસિસ કર્મચારીઓને બહાર કામ કરવાની મંજૂરી આપશે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તે જ સમયે, ઇન્ફોસિસના CEOએ કહ્યું કે કંપની એક નવી પોલિસી લઈને આવી રહી છે, જેના હેઠળ કર્મચારીઓને બહાર કામ કરવાની છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઇન્ફોસિસે એક્સિલરેટ નામનું પ્લેટફોર્મ બનાવ્યું છે, જ્યાં કર્મચારીઓ કંપનીમાં જ અન્ય કામ કરીને વધારાના પૈસા કમાઈ શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા તેઓ બહારના પ્રોજેક્ટ પર પણ કામ કરી શકે છે. Infosys Accelerate અને Infosys Gig Marketplace મેનેજરો કામના કલાકો નક્કી કરશે. જો કંપનીમાં કોઈપણ વ્યક્તિ આ વસ્તુઓ કરવા માંગે છે, તો તે તે કરવા માટે સ્વતંત્ર હશે.

CEO સલિલ પારેખે જણાવ્યું હતું કે, “એક ક્વાર્ટરમાં સરેરાશ 4000 લોકો આ નોકરીઓ માટે અરજી કરે છે. આમાં 600 લોકોની પસંદગી છે. અમે અમારા કર્મચારીઓની કામ ઉપરાંત શીખવાની ઈચ્છા રાખવાની આકાંક્ષાને સમર્થન આપીએ છીએ. કરારની ગોપનીયતા પ્રતિબદ્ધતાઓનું સંપૂર્ણ આદર કરવામાં આવે તેની ખાતરી કરવા અમે વધુ વ્યાપક નીતિઓ વિકસાવી રહ્યા છીએ. જો કે, અમે બે નોકરી કરવાનું સમર્થન કરતા નથી.

અડધા વર્ષમાં 40 હજાર લોકોને નોકરી મળી

ઇન્ફોસિસે બીજા ક્વાર્ટરમાં 10,032 કર્મચારીઓની ભરતી કરી છે. આ રીતે કર્મચારીઓની કુલ સંખ્યા 3.4 લાખ થઈ ગઈ છે. CFO નિલાંજન રોયે જણાવ્યું હતું કે, “કંપનીએ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં 40,000 કર્મચારીઓની ભરતી કરી છે. ફ્રેશરોની ભરતી કરવામાં કોઈ વિલંબ થયો નથી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્વૈચ્છિક છોડનારાઓની સંખ્યા અગાઉના ક્વાર્ટરમાં 28.4% થી ઘટીને 27.1% થઈ ગઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">