વર્ષ 2030 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ક્યાં પરિબળ મહત્વની ભૂમિકા ભજવશે? વાંચો વિગતવાર માહિતી
ભારત હાલમાં વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની સ્થિતિ જોઈએતો તે અમેરિકા, ચીન, જર્મની અને જાપાન કરતા હજુ પાછળ છે. S&P ગ્લોબલ રેટિંગ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતનો GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ 2026-27માં 7 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે

ભારત હાલમાં વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની સ્થિતિ જોઈએતો તે અમેરિકા, ચીન, જર્મની અને જાપાન કરતા હજુ પાછળ છે. S&P ગ્લોબલ રેટિંગ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતનો GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ 2026-27માં 7 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે અને તે 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
ગ્લોબલ ક્રેડિટ આઉટલુક 2024માં S&P એ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 એટલેકે વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 7.2 ટકા હતો. આ રેટિંગ એજન્સીએ કહ્યું કે આગામી નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહેશે અને તે આગામી નાણાકીય વર્ષમાં 6.9 ટકા અને 2026-27માં 7 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે.
રિપોર્ટ શું કહે છે?
“ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે અને અમે આશા રાખીએ છીએ કે તે આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનશે તેમ ” S&P રિપોર્ટ કહે છે.
તે કહે છે કે ભારત માટે સૌથી મોટી પરીક્ષા એ હશે કે શું દેશ આગામી મોટું વૈશ્વિક ઉત્પાદન હબ બની શકે છે. આ પગલું ભારતને સેવા-પ્રબળ અર્થતંત્રમાંથી ઉત્પાદન-પ્રબળ અર્થતંત્રમાં પરિવર્તિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.”
આ પણ વાંચો : તમે 22 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાના ઘરના બદલે શ્રી સીમેન્ટના શેર લીધા હોય તો આજે બની ગયા હોત 47 કરોડ રૂપિયા
તે જ સમયે શ્રમ બજારની શક્યતાઓમાં વધારો મોટાભાગે શ્રમના કૌશલ્યો અને કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર નિર્ભર રહેશે. S&P રિપોર્ટ અનુસાર ઝડપથી વિકસતું સ્થાનિક ડિજિટલ બજાર આગામી દાયકામાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તરણને પ્રોત્સાહન આપી શકે છે, ખાસ કરીને નાણાકીય અને ગ્રાહક તકનીકમાં મહત્વનો ફાળો રહેશે.
S&P રિપોર્ટ ભારતના ઓટોમોટિવ સેક્ટર વિશે પણ આશાવાદી દેખાય છે અને આશા રાખે છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને ઈનોવેશનના આધારે દેશની વૃદ્ધિને વેગ મળશે.
જો આપણે વર્ષ 2014માં ભારતના જીડીપીના કુલ કદની વાત કરીએ તો તે 2.04 લાખ કરોડ યુએસ ડોલર હતું જે આજે બમણા કરતા વધુ છે. વર્ષ 2014 માં ભારતનું કુલ જીડીપી કદ 2,039,127 લાખ યુએસ ડોલર હતું.
આ પણ વાંચો : DEPwD અને EDII એ આજીવિકાની આશાસ્પદ તકો સુરક્ષિત કરી 3000 દિવ્યાંગોને સશક્ત કરવા કરી પહેલ