AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DEPwD અને EDII એ આજીવિકાની આશાસ્પદ તકો સુરક્ષિત કરી 3000 દિવ્યાંગોને સશક્ત કરવા કરી પહેલ

ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (DEPwD) અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) એ આજીવિકાની આશાસ્પદ તકો સુરક્ષિત કરવા માટે 3000 દિવ્યાંગો (PwDs)ને સશક્ત કરવા માટે કોર્પોરેટ સાથે ભાગીદારી કરી. 

DEPwD અને EDII એ આજીવિકાની આશાસ્પદ તકો સુરક્ષિત કરી 3000 દિવ્યાંગોને સશક્ત કરવા કરી પહેલ
| Updated on: Dec 07, 2023 | 6:32 PM
Share

ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (DEPwD)ના સહયોગથી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) એ ‘સીએસઆર કામગીરી હેઠળ દિવ્યાંગો (PwDs) માટે ખાતરીપૂર્વકની આજીવિકાને સપોર્ટ કરવા, સક્રિય કરવા અને ઊભી કરવા (SABAL)’ કોર્પોરેટ માટે એક રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કર્યું હતું.

આ ‘મીટ’માં મોટા પાયે સમાજને સંવેદનશીલ બનાવવા અને હસ્તક્ષેપો કરવા તથા પગલાં લેવાનો એજન્ડા હાથ ધરવામાં આવ્યો હતો જે 1,500 ટેકનોલોજી-સંચાલિત અને 1,500 સામાન્ય સાહસો સહિત દિવ્યાંગો માટે 3,000 નવા સાહસોની સ્થાપનાને સુનિશ્ચિત કરે છે.

આ મુખ્ય રાઉન્ડ ટેબલ મીટિંગમાં સરકાર, કોર્પોરેટ અને સંસ્થાઓ વચ્ચે અસરકારક સિનર્જી દ્વારા દિવ્યાંગો માટે વધુ સારી દુનિયા બનાવવા પર વિચારણા કરવામાં આવી હતી. ટકાઉ સાહસોના સર્જન દ્વારા દિવ્યાંગોનું સશક્તિકરણ સુનિશ્ચિત કરવું, સમાજમાં તેમના સંપૂર્ણ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ધારણા, પર્યાવરણ, સુરક્ષા અને અન્ય સુવિધાઓના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રથાઓનો ઊભી કરવા, કામગીરીનું એકીકૃત વાતાવરણ સુનિશ્ચિત કરવાના માર્ગો શોધવા, વ્યાપારી તકોની ઇન્વેન્ટરી નક્કી કરવી જેથી દિવ્યાંગો પોતાના સાહસો ઊભા કરી શકે, પ્રોજેક્ટ અને તેના હસ્તક્ષેપોને ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે સંરેખિત કરવા અને દિવ્યાંગોને ઓછા પગારવાળી નોકરીઓ મળે તેવા સમાજમાં વ્યાવસાયિક વિભાજનને તોડવા જેવા વિશિષ્ટ ઉદ્દેશ્યો ધરાવતા વિષયો પર ચર્ચા થઈ હતી.

ચર્ચાઓ અને નિર્ણયોના આધારે, સહભાગી કોર્પોરેટોએ સહકારના કેટલાક પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરી હતી. 3000 દિવ્યાંગોની આગેવાની હેઠળના સાહસો બનાવવાના ધ્યેયને હાંસલ કરવા માટે ઓળખવામાં આવેલી કેટલીક પ્રવૃત્તિઓ આ મુજબ હતી, દિવ્યાંગોના સમુદાય એકીકરણને સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાન, દિવ્યાંગ કિશોરો માટે ઇમર્સિવ લાઇફ સ્કીલ્સ, દિવ્યાંગો માટે વ્યવસાયની તકો મેળવવી, દિવ્યાંગો માટે સંવેદના વર્કશોપ, ક્રેડિટ લિંકેજ સપોર્ટ, બેરોજગાર દિવ્યાંગોને તેમનો વ્યવસાય સ્થાપવા સક્ષમ બનાવવા માટે દિવ્યાંગ-સંચાલિત સાહસોને ટેકો આપવા આંત્રપ્રિન્યોર ગ્રોથ-કમ કાઉન્સેલિંગ પ્રોગ્રામ (ઈજીસીપી) અને માઇક્રો સ્કીલપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમએસડીપી).

ડો. વિનીત રાણાએ દિવ્યાંગોના સશક્તિકરણમાં એનએચએફડીસીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “એનએચએફડીસી દ્વારા, અમારો હેતુ ઈડીઆઈઆઈ અને કોર્પોરેટ ભાગીદારો સાથે મળીને દિવ્યાંગો માટે ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરીને નાણાંકીય વિકાસને સરળ બનાવવાનો છે.”

જગન્નાથ સાહૂએ ઈડીઆઈઆઈ સાથે એસબીઆઈ ફાઉન્ડેશનના સહયોગી પ્રયાસો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “ઈડીઆઈઆઈ સાથેની ભાગીદારીમાં એસબીઆઈ ફાઉન્ડેશન અમારા સહયોગી ‘સપોર્ટ, એક્ટિવેટ અને બિલ્ડ એશ્યોર્ડ લાઇવલીહૂડ’ પ્રોગ્રામ દ્વારા દિવ્યાંગો માટે આજીવિકાની આશાસ્પદ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.” સાહૂએ દિવ્યાંગો માટે સમાનતા અને નવી શક્યતાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સૌમ્યા ચૌધરીએ આઈડીબીઆઈ બેંકની સીએસઆર પાંખની ભૂમિકાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, “આઈડીબીઆઈ બેંક તેની સીએસઆર પહેલના ભાગરૂપે, સેન્સિટાઇઝેશન વર્કશોપ્સ અને ક્રેડિટ લિન્કેજ સપોર્ટમાં સક્રિયપણે જોડાય છે, જેનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ વાતાવરણને ઉત્તેજન આપવાનો છે જ્યાં સમાજના વિવિધ વર્ગના લોકોને ખીલવા તથા સમૃદ્ધ થવા માટે બહુવિધ તકો મળે છે.”

દિવ્યાંગજનોના કૌશલ્ય અને રોજગાર માટે નવા લોન્ચ થયેલા DePwD PM Daksh પોર્ટલની વિશેષતાઓ સમજાવતો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો.

ડો. સુનિલ શુક્લાએ અભિપ્રાય આપતાં જણાવ્યું હતુ કે “વિકાસ પ્રક્રિયા વધુ સારા પરિણામો આપી શકે તે માટે અભિગમ સમાવિષ્ટ હોવો જોઈએ. સર્વસમાવેશક વિકાસ સમાનતા અને સામાજિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે કોઈપણ સમાજ માટે મહત્વપૂર્ણ છે. અને, આ સંદર્ભમાં, દિવ્યાંગો માટે નિયમિત ધોરણે ઉચ્ચ પ્રાથમિકતા પર વિકાસની તકો ઊભી કરવાની જરૂર છે. અમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે દિવ્યાંગો યોગ્ય રીતે પ્રશિક્ષિત અને ઉપલબ્ધ બને. તમામ સ્તરે સમાનતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે કામના સ્થળોએ અને સામાજિક માળખાના વિવિધ સ્તરો પર શ્રેષ્ઠ પ્રથાઓ સ્થાપિત કરવી પણ મહત્વપૂર્ણ છે.”

કોર્પોરેટ્સ દ્વારા દિવ્યાંગોને સશક્ત બનાવવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરતા ડો. રમણ ગુજરાલે જણાવ્યું હતું કે “ઈડીઆઈઆઈ અત્યાર સુધીમાં 272 સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા 8,653 દિવ્યાંગો ધરાવે છે, જેના કારણે 1,247 સાહસોની સ્થાપના થઈ છે. ઈડીઆઈઆઈ તેના કેમ્પસમાં, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સામાજિક સંરક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત સરકાર દ્વારા સમર્થિત સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ધ ડિફરન્ટલી એબલ્ડ (CEDA) ધરાવે છે.”

આ પણ વાંચો : ટાટા પાવરના શેર બન્યા રોકેટ, આજે શેરના ભાવમાં થયો 10 ટકાનો વધારો, જાણો નિષ્ણાંતોએ નવો ટાર્ગેટ કેટલો આપ્યો

કોન્ફરન્સ રૂમમાં ઉપસ્થિત અધિકારીઓ અને કોર્પોરેટ અગ્રણીઓ વચ્ચે વિચાર-મંથનનું સેશન યોજાયું હતું. એક કલાક લાંબી રાઉન્ડ ટેબલ ચર્ચામાં સુલભતા, સહાય અને સહાયક ઉપકરણો, દિવ્યાંગો માટે એઆઈ, જોબ મેપિંગ, ઉદ્યોગસાહસિકતાની તકો અને દિવ્યાંગપણાની સંવેદનાને લગતા વિષયો સામેલ હતા. આભારવિધિ અને સમૂહ તસ્વીર સાથે મીટિંગ પૂરી થઈ હતી.

ભારત સરકારના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગના નેશનલ હેન્ડિકેપ્ડ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના જનરલ મેનેજર ડો. વિનીત રાણા, એસબીઆઈ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જગન્નાથ સાહૂ, મહારાષ્ટ્ર સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, મુંબઈના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ રાજેન્દ્ર નિમ્બાલકર, આઈડીબીઆઈ બેંકના સીજીએમ સૌમ્યા ચૌધરી, ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા, ઈડીઆઈઆઈ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ્સ (કોર્પોરેટ)ના ડિરેક્ટર ડો. રમણ ગુજરાલ તેમજ દિવ્યાંગ સશક્તિકરણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી કોર્પોરેટ સંસ્થાઓના સીએસઆર લીડર્સે આ અભૂતપૂર્વ મીટમાં હાજરી આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">