મોંઘવારીનો વધુ એક માર, દિવાળી અને લગ્નસરાની સિઝનમાં જ સુરતી સાડીની કિંમતમાં વધારો

દિવાળી પછી માર્કેટ ખુલતાની સાથે જ કાપડની તમામ ક્વોલિટી પર રૂ. 250 થી 1,000 સુધીની સાડીઓની કિંમત પર 100 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોંઘવારીનો વધુ એક માર, દિવાળી અને લગ્નસરાની સિઝનમાં જ સુરતી સાડીની કિંમતમાં વધારો
Increase in the price of Surati sari only during Diwali and wedding season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 5:49 PM

સુરત કાપડ માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે હવે સુરતની સાડીઓની કિંમતોમાં વધારો પણ થવા જઈ રહ્યો છે. કાપડ બનાવવાની બધી જ પ્રક્રિયામાં જોબ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા 15 દિવસથી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમતોમાં જે વધારા કરવા પર વિચારણા કરવામાં આવી રહી હતી. તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાડીની કિંમતમાં વધારો 

દિવાળી પછી માર્કેટ ખુલતાની સાથે જ કાપડની તમામ ક્વોલિટી પર રૂ. 250 થી 1,000 સુધીની સાડીઓની કિંમત પર 100 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિના દરમ્યાન કાપડના વેપારીઓ અને પ્રોસિંગ મિલના માલિકો વચ્ચે લાંબા સમયથી જોબચાર્જ વધારવા માટે મડાગાંઠ ચાલી રહી હતી. જોકે મિલો બંધ થવાના ભયના પગલે આખરે જોબચાર્જનો ભાવ વધારો સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે તેની અસર તૈયાર કાપડના દર પર જોવા મળશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સાડીની કિંમત કેટલી વધી ?

છેલ્લા 15 દિવસથી કાપડ માર્કેટના વિવિધ સંગઠનો દ્વારા વેપારીઓની મીટિંગ બોલાવીને કાપડના ભાવમાં 25 ટકા સુધીનો વધારો કરવા ચર્ચા કરવામાં આવી હતી. પણ હવે દિવાળીની રજાઓ નજીક આવતા વેપારીઓ દ્વારા વેપારનો હિસાબ કરીને રજાઓ પર ઉતરવાની તૈયારી થઇ રહી છે. તેવામાં દિવાળી પછી સાડીની કિંમતોમાં વધારો થશે. સાઉથ ગુજરાત ટ્રેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે બીજી તરફ કોલસાના ભાવમાં વધારો થયો હોવાથી પ્રોસેસિંગના ભાવમાં પણ વધારો થયો છે.

આ સાથે જ પેકેજીંગ ચાર્જ, યાર્નના દર, ગ્રે કાપડના ભાવમાં પણ 20 થી 40 ટકા સુધીનો વધારો થયો હોવાથી ટ્રેડર્સને પણ મુશ્કેલી પડી રહી હોવાથી સાડીની કિંમતોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી સાઉથ ગુજરાત ટ્રેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા 300 થી 400 રૂપિયાની સાડીની કિંમત પર 30 થી 50 રૂપિયા અને 1,000 રૂપિયાની સાડી પર 100 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

દિવાળીની રજાઓ બાદ 11 નવેમ્બરે ઉઘડતા માર્કેટની સાથે કાપડના દરમાં ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે સુરતની સાડીઓ ખરીદવી લોકોને મોંઘી પડશે, એ નક્કી છે.

આ પણ વાંચો : પટનામાં મોદીની રેલીમાં બ્લાસ્ટનો કેસ, NIA કોર્ટે ચારને ફાંસી અને બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">