પટનામાં મોદીની રેલીમાં બ્લાસ્ટનો કેસ, NIA કોર્ટે ચારને ફાંસી અને બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
Patna Serial Blasts Case : આ કેસમાં NIAએ ઘટનાના બીજા દિવસથી જ તપાસ શરૂ કરી હતી. એક વર્ષની અંદર 21 ઓગસ્ટ 2014ના રોજ NIAએ કુલ 11 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
BIHAR : વર્ષ 2013માં બિહારની રાજધાની પટના (Patna)ના ગાંધી મેદાન (Gandhi Maidan)માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો (serial blasts)ના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે 4 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે અને સાથે બે દોષિતોને આજીવન કેદની સજા અને 2 દોષિતોને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય અન્ય એક દોષિતને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી (Narendra Modi) 27 ઓક્ટોબર 2013ના રોજ પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ‘હુંકર રેલી’ના મુખ્ય વક્તા હતા. નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના નેતાઓ મંચ પર પહોંચે તેના લગભગ 20 મિનિટ પહેલા મેદાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં છ લોકોના મોત થયા હતા અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ વિસ્ફોટો છતાં રેલી યોજાઈ હતી અને નરેન્દ્ર મોદીએ તેને સંબોધિત પણ કરી હતી.
2013 Patna Gandhi Maidan serial blasts | NIA Court Patna pronounces quantum of punishment for 9 convicts-4 get capital punishment, 2 get life imprisonment, 2 get 10-yr imprisonment&one gets 7-yr imprisonment Blasts had occurred at venue of then PM candidate Narendra Modi’s rally
— tv9gujarati (@tv9gujarati) November 1, 2021
કેસની સુનાવણી વર્ષ 2018માં શરૂ થઈ હતી પહેલો વિસ્ફોટ પટના રેલ્વે સ્ટેશન પાસે થયો હતો, ત્યારબાદ ગાંધી મેદાન પાસે એક પછી એક વિસ્ફોટ થયા હતા. આ કેસમાં NIAએ ઘટનાના બીજા દિવસથી જ તપાસ શરૂ કરી હતી. એક વર્ષની અંદર 21 ઓગસ્ટ 2014ના રોજ NIAએ કુલ 11 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વર્ષ 2018માં શરૂ થઈ હતી.
એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો વિશેષ સરકારી વકીલ લાલન પ્રસાદ સિંહે બુધવારે જણાવ્યું હતું કે NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશ ગુરવિંદર મલ્હોત્રાએ 2013ના ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Patna Serial Blasts Case)માં ઈમ્તિયાઝ અંસારી, મુજીબુલ્લાહ, હૈદર અલી, ફિરોઝ અસલમ, નોમાન અન્સારીની ધરપકડ કરી હતી. ઈફ્તિખાર, અહેમદ હુસૈન, ઉમર સિદ્દીકી અને અઝહરુદ્દીનને દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ફખરુદ્દીનને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે આ મામલામાં NIAએ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી એક આરોપીની નાની ઉંમરના કારણે કેસને જુવેનાઈલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે બાકીના 10 આરોપીઓ સામે NIA કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે નવસારીમાં કામગીરીની સમીક્ષા કરી