AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ની ઉંમરે ₹5 કરોડનું ફંડ! રિટાયરમેન્ટ માટે દર મહિને કેટલી કરવી પડશે SIP? જાણો ‘આખું ગણિત’

શું તમે પણ 30 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ સુધીમાં ₹5 કરોડનું ફંડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખી રહ્યા છો? હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ ₹5 કરોડનો આંકડો આંબવા માટે તમારી દર મહિનાની SIP કેટલા રૂપિયાની હોવી જોઈએ? શું આ રકમ તમારી ધારણા કરતાં પણ ખૂબ નાની હોઈ શકે?

30 ની ઉંમરે ₹5 કરોડનું ફંડ! રિટાયરમેન્ટ માટે દર મહિને કેટલી કરવી પડશે SIP? જાણો 'આખું ગણિત'
| Updated on: Sep 26, 2026 | 10:35 PM
Share

આજના મોંઘવારીના સમયને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment in Mutual Fund) એ એક એવો માર્ગ છે, જ્યાં તમે નાની રકમથી પણ ગમે ત્યારે રોકાણની શરૂઆત કરી શકો છો.

અહીં જો તમે ઈચ્છો તો 20 વર્ષમાં, 30 વર્ષમાં અને 10 વર્ષમાં પણ કરોડોનું ફંડ એકઠું કરી શકો છો. એવામાં જો તમારી ઉંમર 30 વર્ષ છે અને તમે નિવૃત્તિ (Retirement) સુધી તમારા માટે ₹5 કરોડ એકઠા કરવા માગો છો, તો આ સમાચાર તમારા માટે છે.

જો તમારી ઉંમર 30 વર્ષ છે, તો તમે 60 વર્ષની ઉંમર સુધી SIP દ્વારા રોકાણ કરીને ₹5 કરોડ એકઠા કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી (Mutual Fund Return) માં સરેરાશ 12 ટકા વ્યાજ મળે છે. જો કે, આ શેરબજારના જોખમ સાથે જોડાયેલું હોવાથી SIP પર મળતું વળતર વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે.

કેલ્ક્યુલેશનથી સમજો:

  • દર મહિનાનું રોકાણ: ₹17,000
  • સરેરાશ વળતર (Return): 12%
  • રોકાણના વર્ષો: 30
  • 30 વર્ષમાં કુલ રોકાણ: ₹61,20,000
  • 30 વર્ષમાં તૈયાર થતું ફંડ: ₹5,23,76,545

કેલ્ક્યુલેશનથી સ્પષ્ટ થાય છે કે, તમે માત્ર ₹61 લાખના રોકાણથી જ તમારા માટે ₹5 કરોડથી વધુનું ફંડ તૈયાર કરી શકો છો. જો કે, દર મહિને ₹17,000 ની SIP કરવી થોડી મુશ્કેલ બની શકે છે.

  • દર મહિનાનું રોકાણ: ₹4,000
  • સરેરાશ વળતર (Return): 12%
  • રોકાણના વર્ષો: 30
  • 30 વર્ષમાં કુલ રોકાણ: ₹14,40,000
  • 30 વર્ષમાં તૈયાર થતું ફંડ: ₹1,23,23,893

કેલ્ક્યુલેશનથી સ્પષ્ટ છે કે, જો તમે દર મહિને ₹4,000 ની પણ SIP કરશો, તો પણ 30 વર્ષમાં ₹1 કરોડથી વધુનું ફંડ એકઠું થઈ જશે. આનાથી તમારે દર મહિને મોટી રકમ રોકવી નહીં પડે અને તમારી રોકાણ કરવાની ટેવ પણ જળવાઈ રહેશે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું?

તમે ગમે ત્યાં રોકાણ કરો, હંમેશાં તમારી જોખમ લેવાની ક્ષમતા (Risk Capacity) અને જરૂરિયાત મુજબ જ રોકાણ કરો. જો તમે જોખમ નથી લઈ શકતા, તો કોઈ સુરક્ષિત જગ્યાએ રોકાણ કરો. જો તમારો લક્ષ્યાંક નાનો છે, તો તે હિસાબે રોકાણ કરો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

વિદેશી માર્કેટના નામે ETFs મા ‘મોટો ખેલ’! BSE ની આ કડક ચેતવણી બાદ હવે રોકાણકારોએ શું કરવું?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">