AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 1, 2 નહી 16 રાઉન્ડ ફાયરિંગ કરી મંદિર બહાર અભિનેતાનું થયું હતુ મર્ડર

2026માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈનો આતંક જોવા મળી રહ્યો છે. ટાઈગર શ્રોફ પર હુમલાના વર્ષો પહેલા ગુલશન કુમારનું મર્ડર કેસની યાદ આજે લોકો કરી રહ્યા છે. ગુલશન કુમારની ખુલ્લેઆમ હત્યા કરાઈ હતી.

Breaking News : 1, 2 નહી 16 રાઉન્ડ ફાયરિંગ કરી મંદિર બહાર અભિનેતાનું થયું હતુ મર્ડર
Image Credit source: AI
| Updated on: Oct 25, 2026 | 10:30 AM
Share

એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ખતરો હતો. 2026માં જ્યારે દાઉદનો પ્રભાવ અદૃશ્ય થઈ ગયો હતો, ત્યારે એક નવો ખતરો ઉભરી આવ્યો છે. હવે માયાનગરીના સ્ટાર પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈનો આતંક જોવા મળી રહ્યો છે. 18 ઓક્ટોમ્બરના રોજ ટાઈગર શ્રોફ પર લોરેન્સ ગેંગે હુમલો કર્યો હતો. અભિનેતાની ગાડી પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ટાઈગર પર ફાયરિગે વર્ષો પહેલાની ઘટના તાજી કરી છે. જ્યારે ટી સીરિઝના માલિક ગુલશન કુમાર પર 16 રાઉન્ડ ફાયરિંગ થયું હતુ. ટાઈગર ગોળીબારમાં સહી સલામત  હતો પરંતુ ગુલશન કુમારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ગુલશન કુમાર પર ફાયરિંગ

ગુલશન કુમાર મર્ડર કેસ વર્ષો બાદ સૌથી ખતરનાક ક્રાઈમ સ્ટોરીમાં કાઉન્ટ કરવામાં આવે છે. 12 ઓગસ્ટ 1997ના રોજ તેની હત્યા કરવામાં આવી હતી. આ દિવસે ગુલશન કુમાર સવારના સમયે મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્થિત મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આ મંદિરમાં તેઓ દરરોજ જતા હતા. એક દિવસ તેઓ દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે હુમલાખોરોએ તેના પર 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. તેનું ઘટના સ્થળે મૃત્યું થયું હતુ.

આ ઘટનાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીને હચમચાવી નાંખી હતી. ગુલશન કુમાર પર હુમલો પ્રી પ્લાન્ડ હતો. તપાસમાં સામે આવ્યું કે, અંદાજે 2 મહિનાથી ગુલશન કુમારની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસનું માનવું હતુ કે, ગુલશન કુમારની હત્યા પાછળ દાઉદ ઈબ્રાહિમ ગેંગ હતી. મર્ડર પછી લોકો ભયમાં આવી ગયા હતા.30 ઓગસ્ટ 1997માં મ્યુઝિક કંપોઝર નદીમ અખ્તર સૈફી નામ સામે આવ્યું હતુ. કહેવામાં આવ્યું કે, તેઓ ગુલશન કુમારની હત્યામાં સામેલ હતો.

બંને વચ્ચે આલ્બમને લઈ ઝઘડો થયો હતો. 1997માં ટિપ્સ મ્યુઝિકના માલિક રમેશ તૌરાનીની ધરપકડ કરાઈ હતી. પોલીસે દાવો કર્યો કે, રમેશે ગુલશન કુમારના કિલર્સને 25 લાખ રુપિયા આપ્યા હતા.

આજીવન કેદની સજા

નવેમ્બર 1997માં, મુંબઈ પોલીસે હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી. પોલીસે જણાવ્યું કે, ગુલશન કુમારની હત્યાની યોજના દુબઈમાં ઘડવામાં આવી હતી અને દાઉદના ભાઈ અનીસની ઓફિસે આ પ્લાનને અંજામ આપ્યો હતો. એપ્રિલ 2002માં, કોર્ટે અબ્દુલ રઉફ, જેને દાઉદ મર્ચન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને હત્યાનો દોષી ઠેરવ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી. અબ્દુલ ગુલશન કુમાર પર ગોળીબાર કરનારાઓમાંનો એક હતો.

Breaking News : રોહિત શેટ્ટીએ પહેલી વાર નેશનલ ટેલિવિઝન પર ફાયરિંગની ઘટના વિશે વાત કરી અહી ક્લિક કરો

Follow Us
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
g clip-path="url(#clip0_868_265)">