Fastag ને બાય-બાય કરવાની તૈયારી કરી રહી છે સરકાર, કરી રહ્યા છે શાનદાર ટેક્નોલોજી લાવવાનું પ્લાનિંગ

|

Jun 10, 2024 | 11:50 AM

country removing FASTag : હાલમાં ભારતમાં ફાસ્ટેગ ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં છે. જેમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે 2015માં ફાસ્ટેગના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં GNSS આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા આમંત્રણ આપ્યું છે.

Fastag ને બાય-બાય કરવાની તૈયારી કરી રહી છે સરકાર, કરી રહ્યા છે શાનદાર ટેક્નોલોજી લાવવાનું પ્લાનિંગ
country removing FASTag

Follow us on

FASTag : ભારત સરકાર દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સૌ પ્રથમ તેને કોમર્શિયલ વાહનો માટે લાગુ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર ખાનગી કાર, જીપ અને વાન માટે પણ આ ટેક્નોલોજી લાગુ કરવામાં આવશે. આગામી બે વર્ષમાં તમામ ટોલ કલેક્શન પોઈન્ટ્સ પર આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) સ્થાપિત કરવાનું આયોજન ચાલી રહ્યું છે. આ સાથે ટોલ પ્લાઝા અને ફાસ્ટેગનું કામ સમાપ્ત થઈ જશે.

આ રીતે આયોજન થઈ રહ્યું છે

નવી ટેક્નોલોજીના કારણે ટોલ પ્લાઝા પર જામથી રાહત મળશે. આ ટેક્નોલોજી હેઠળ યુઝરને તેણે જેટલા અંતરની મુસાફરી કરવાની હશે તે પ્રમાણે ટોલ ચૂકવવો પડશે. GNSS આધારિત ટોલ સિસ્ટમ અવરોધ-મુક્ત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન હશે, જેમાં વાહન દ્વારા મુસાફરી કરાયેલા કિલોમીટરની સંખ્યા નક્કી કરવા માટે વાહનની મુવમેન્ટને ટ્રેક કરવામાં આવશે.

આ વિશેષતા હશે

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં GNSS આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા આમંત્રણ આપ્યું છે. GNSS વાહનોને ઓળખવા માટે દરેક ટોલ પ્લાઝામાં એડવાન્સ રીડર્સ સાથે બે અથવા વધુ GNSS લેન હશે. GNSS લેનમાં પ્રવેશતા નોન-GNSS વાહનોને વધારાનો ચાર્જ લેવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

GNSS આધારિત ટોલિંગ સિસ્ટમ પ્રથમ ત્રણ મહિનામાં 2,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગુ કરવામાં આવશે. આ પછી આગામી નવ મહિનામાં તેને વધારીને 10,000 કિમી અને ટોલ હાઇવેના 25,000 કિમી અને 15 મહિનામાં 50,000 કિમી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં ફાસ્ટેગ ઈકોસિસ્ટમ અસ્તિત્વમાં છે. જેમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે 2015માં ફાસ્ટેગના રૂપમાં રજૂ કરવામાં આવી હતી.

નીતિન ગડકરીએ લીલી ઝંડી આપી દીધી છે

થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કેટલીકવાર લોકો ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં અટવાઈ જાય છે અને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આનાથી નિપટવા માટે સરકારે એક નવો રસ્તો કાઢ્યો છે. સેટેલાઇટ ટોલ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેનો ઉપયોગ બેંગ્લોર, મૈસૂર અને પાણીપતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે જ દેશમાં આ ટોલ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

Next Article