31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો, સરકારે આપ્યું આ મોટુ નિવેદન

|

Jul 22, 2022 | 5:01 PM

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે કે આ વખતે મોટાભાગના રિટર્ન છેલ્લી તારીખ પહેલા ફાઈલ થઈ જશે, તેથી તારીખ લંબાવવાની જરૂર નથી.

31 જુલાઈ સુધી ઈન્કમ ટેક્સ નહીં ભરનારાને લાગશે તગડો ઝટકો, સરકારે આપ્યું આ મોટુ નિવેદન
File Image

Follow us on

જો તમે હજુ સુધી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઈલ કર્યું નથી તો વિલંબ કર્યા વિના આજે જ ભરો, જો તમે છેલ્લી તારીખની રાહ જુઓ છો તો શક્ય છે કે તમે રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરશો અને દંડ પણ ચૂકવવાનો વારો આવી શકે છે, કારણ કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે સરકાર માની રહી છે કે આ વખતે મોટાભાગના રિટર્ન છેલ્લી તારીખ પહેલા ફાઈલ થઈ જશે, તેથી તારીખ લંબાવવાની જરૂર નથી.

કેમ આ વર્ષે નહીં વધારવામાં આવે અંતિમ તારીખ?

મહેસૂલ સચિવે કહ્યું કે 20 જુલાઈ સુધી 2.3 કરોડ આઈટીઆર ભરાઈ ગયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પાછલા નાણાકીય વર્ષમાં એટલે કે વર્ષ 2020-21માં લગભગ 5.9 કરોડ આઈટીઆર ભરાયા હતા. ત્યારબાદ છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વર્ષની છેલ્લી તારીખ સુધીમાં મોટાભાગના ITR ભરાઈ જશે.

તેમણે કહ્યું કે લોકો હવે વિચારી રહ્યા છે કે છેલ્લી તારીખ લંબાવવી એ સામાન્ય બાબત બની ગઈ છે, તેથી તેઓ શરૂઆતમાં ITR ફાઈલ ભરવામાં સુસ્તી બતાવે છે. જો કે હવે દરરોજ 15થી 18 લાખ ITR ભરાઈ રહ્યા છે અને આવનારા સમયમાં તે વધીને 25થી 30 લાખ ITR થઈ જશે, જ્યારે ગયા વર્ષે 9-10 ટકા લોકોએ છેલ્લા દિવસે ITR ભર્યું હતું અને આ આંકડો લગભગ 50 લાખ છે. તે જ સમયે વિભાગ આ વર્ષના અંતિમ દિવસે એક કરોડ ITR માટે તૈયાર છે.

Next Article