AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, શું હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

કેન્દ્ર સરકારે સોમવારે ક્રૂડ પેટ્રોલિયમ તેલના સ્થાનિક ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.આનાથી પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) બંનેને નિકાસ વસૂલાતમાંથી મુક્તિ આપતાં ડીઝલ પરની નિકાસ ડ્યૂટી 0.50 રૂપિયાથી વધારીને 1 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, શું હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?
windfall tax
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 9:24 AM
Share

Windfall Tax : સરકારે દેશની પેટ્રોલિયમ કંપનીઓને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સોમવારે ક્રૂડ પેટ્રોલિયમ તેલના સ્થાનિક ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ પર 4,400 રૂપિયા પ્રતિટનમાં 900રૂપિયા ઘટાડીને 3,500 રૂપિયા પ્રતિ ટન કર્યો છે.આનાથી પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) બંનેને નિકાસ વસૂલાતમાંથી મુક્તિ આપતાં ડીઝલ પરની નિકાસ ડ્યૂટી 0.50 રૂપિયાથી વધારીને 1 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય લોકો માટે ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ નવો દર 21 માર્ચથી લાગુ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે. સરકારે સ્થાનિક ક્રૂડ ઓઈલની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. મતલબ કે હવે સ્થાનિક બજારમાં તેલના પુરવઠામાં ઘણો સુધારો થયો છે. આ કારણે કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે સરકારના આ પગલાથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, કારણ કે દેશમાં ઉત્પાદિત તેલ પર જ વિન્ડફોલ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.

અગાઉ, 4 માર્ચે, સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરની ટેક્સને 4,350 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4,400 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. જોકે હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલ પરની નિકાસ જકાત ઘટાડીને રૂ. 0.5 પ્રતિ લિટર કરવામાં આવી હતી અને એટીએફ પરની નિકાસ જકાત નાબૂદ કરવામાં આવી હતી.

જાણો વિન્ડફોલ ટેક્સ પહેલીવાર ક્યારે લાદવામાં આવ્યો હતો

ભારતે પહેલીવાર 1 જુલાઈ, 2022 ના રોજ પેટ્રોલ અને ATF પર 6 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટરની નિકાસ ડ્યૂટી લાદીને વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ પણ લાદવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવના આધારે દર પખવાડિયે ફીમાં સુધારો કરવામાં આવે છે.

સરકારે રૂ. 25,000 કરોડનો ટેક્સ નાખ્યો

કેન્દ્રએ અગાઉ સંસદને જણાવ્યું હતું કે તેણે વિન્ડફોલ ટેક્સ પર લાદવામાં આવેલા વર્તમાન નાણાકીય વર્ષ માટે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) થી રૂ. 25,000 કરોડની કમાણી કરી છે. સરકારે ક્રૂડ ઓઈલ, એર ટર્બાઈન ઈંધણ અને પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ દ્વારા આ કમાણી કરી છે. જેના કારણે સરકારને વધુ ફાયદો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">