MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો

MONEY9: તમારા વીમાના કાગળો સાચવીને રાખજો, નહીં તો પસ્તાશો, કેવી રીતે ? જુઓ આ વીડિયો

Divyesh Nagar
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:45 PM

તમારી એક ભૂલ તમારા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા અવસાન બાદ પરિવારની આર્થિક સલામતી જળવાઇ રહે તે માટે, જાત જાતના વીમા તો લો છો પરંતુ તમે જો આ ભૂલ કરશો તો તમારા પરિવારને એક પણ પૈસાનો લાભ નહીં મળે.

મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા સંજીવ, નાઇટ ડ્યૂટી કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતાં. રસ્તામાં અકસ્માત (ACCIDENT)  થયો અને પરિવારનો આધાર છીનવાઇ ગયો. આઘાતમાંથી બહાર આવ્યા પછી પત્નીને યાદ આવ્યું કે, સંજીવે તેને કહ્યું હતું કે તેણે 1 કરોડનો ટર્મ વીમો (TERM POLICY) ઉતરાવ્યો છે. પરંતુ તે કઇ કંપનીનો છે, પૉલિસી ક્યાં રાખી છે તે અંગે તેણે પત્નીને ક્યારેય કહ્યું ન હતું. સંજીવની પૉલિસી (PREMIUM) ખોવાઇ ગઇ. કોઇ દસ્તાવેજ વિશે કોઇને કશી ખબર નહોતી. સંજીવે જેના માટે પ્રીમિયમ ભર્યું હતું, સંજીવ પરિવાર માટે જે સુરક્ષા ઇચ્છતા હતા તે સુરક્ષા તેમના પરિવારને ક્યારેય ન મળી શકી. માટે જ મની9ની સલાહ છે કે તમારા વીમાના કાગળો સલામત રાખો અને તમારા વીમા અંગેની તમામ માહિતી પરિવારના કોઇ એક સભ્યને કહીને રાખો. વીમાના કાગળો કેવી રીતે જાળવવા તે માટે જુઓ આ વીડિયો.

આ પણ જુઓ

MONEY9: એક ચાના ખર્ચમાં સુરક્ષિત કરો તમારા ઘરને, કેવી રીતે ? જુઓ આ વીડિયો

આ પણ જુઓ

MONEY9: પહેલી વખત કાર ખરીદો છો? તો આ વીડિયો તમને ચોક્કસથી ફાયદો કરાવશે

g clip-path="url(#clip0_868_265)">