આ રીતે શેરબજારમાં સોનાનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ થશે, જાણો કઈ રીતે કરાશે રોકાણ અને શું છે નિયમ?
નિર્દેશોમાં સેબીએ જણાવ્યું છે કે તમામ સ્ટોક એક્સચેન્જ સામાન્ય રજાઓની યાદી નક્કી કરશે અને કેન્દ્રીય અને સ્થાનિક રજાઓને ધ્યાનમાં રાખીને બજારને જાણ કરશે.
માનવ સભ્યતાના ઈતિહાસથી લઈને આજ સુધી સોનું(Gold) માનવીની પહેલી પસંદગી રહ્યું છે. દરેક યુગમાં અને દરેક દેશમાં સોનાની માંગ (Gold Demand)રહી છે. બદલાતા સમય સાથે સોનાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે પરંતુ લોકોની સોના માટેની ઈચ્છામાં કોઈ ઘટાડો થયો નથી. હવે તો કાગળ પર સોનું વેચવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. સેબી(SEBI)એ શેરબજાર(Share Market)માં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ(Electronic Gold) રિસીટ ના ટ્રેડિંગ માટે માર્ગદર્શિકા જારી કરી છે. સેબીએ તેના નિર્દેશોમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. સોમવારથી શુક્રવાર સુધી EGR સેગમેન્ટમાં ટ્રેડિંગ શક્ય બનશે.
આ અંતર્ગત સ્ટોક એક્સચેન્જો સવારે 9 વાગ્યાથી રાતે 11.55 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકશે. દિવાળીના લક્ષ્મી પૂજનના દિવસે તમામ સ્ટોક એક્સચેન્જો મુહૂર્ત ટ્રેડિંગ માટે સામાન્ય વેપારનો સમય નક્કી કરશે અને સેબીને તેના વિશે જાણ કરશે. સ્ટોક એક્સચેન્જ એ પણ સુનિશ્ચિત કરશે કે તેમની પાસે ટ્રેડિંગ કલાકો દરમિયાન જોખમ વ્યવસ્થાપન પ્રણાલી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.
નિર્દેશોમાં સેબીએ જણાવ્યું છે કે તમામ સ્ટોક એક્સચેન્જ સામાન્ય રજાઓની યાદી નક્કી કરશે અને કેન્દ્રીય અને સ્થાનિક રજાઓને ધ્યાનમાં રાખીને બજારને જાણ કરશે. સ્ટોક એક્સચેન્જ રજાના દિવસે સાંજે 5 વાગ્યા પછી ટ્રેડિંગની મંજૂરી આપી શકે છે જો કે આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્લા હોય તે જરૂરી છે. આ ઉપરાંત સેબી દ્વારા શેરબજારમાં EGRની ખરીદી અને વેચાણ, જથ્થાબંધ સોદા, પ્રાઇસ રેન્જ વગેરે સંબંધિત વ્યવહારો માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે.
નોંધપાત્ર રીતે નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 હેઠળ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ એટલે કે EGR ને સિક્યોરિટીઝનો દરજ્જો આપ્યો હતો. આનો અર્થ એ છે કે હવે તમે શેરની જેમ જ સોનામાં પણ વેપાર કરી શકશો. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ(Electronic Gold) રિસીટને આપણે સાદી ભાષામાં પેપર ગોલ્ડ પણ કહી શકીએ. આ એક રોકાણનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. શેરની જેમ EGR પણ ડીમેટ સ્વરૂપે રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે જો જરૂર પડે તો તમે તેને ફિઝિકલ ગોલ્ડમાં પણ કન્વર્ટ કરી શકો છો.
આ પણ વાંચો : Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા
આ પણ વાંચો : CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, એક દિવસ પહેલા પડ્યા હતા ITના દરોડા