CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, એક દિવસ પહેલા પડ્યા હતા ITના દરોડા

CBI lookout circular Chitra Ramkrishna: એક દિવસ અગાઉ, આવકવેરા વિભાગે (Income tax Department) કરચોરીની તપાસના ભાગરૂપે ચિત્રા રામકૃષ્ણને (Chitra Ramkrishna) ત્યાં દરોડા પાડ્યા હતા.

CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, એક દિવસ પહેલા પડ્યા હતા ITના દરોડા
Chitra Ramakrishna, former CEO of NSE (file photo-pti)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:27 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે કથિત અનિયમિતતાઓને લઈને નેશનલ સ્ટોક એક્સચેન્જના (National Stock Exchange) ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ (Chitra Ramkrishna) વિરુદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી હોવાના સમાચાર એજન્સી પીટીઆઈએ આપ્યા છે. એક દિવસ અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીની તપાસના ભાગરૂપે રામકૃષ્ણને ત્યાં દરોડા પાડ્યા હતા. અન્ય ભૂતપૂર્વ CEO રવિ નારાયણ અને ભૂતપૂર્વ COO આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ પણ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.

આ બાબતની જાણકારી ધરાવતા એક અધિકારીએ મિન્ટને જણાવ્યું હતું કે, “CBI આજે મુંબઈમાં રામકૃષ્ણની પૂછપરછ કરી રહી છે અને તેણે રામકૃષ્ણ, આનંદ સુબ્રમણ્યમ અને રવિ નારાયણ (NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર) વિરુદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી છે. સેબીના આદેશ અનુસાર પ્રકાશમાં આવેલા તાજેતરના તથ્યોના આધારે 2018માં નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

સીબીઆઈ તપાસ કૌભાંડ સાથે જોડાયેલી છે

જો કે, આ કેસ તે સમયનો છે જ્યારે ચિત્રા રામકૃષ્ણ 2013 અને 2016 વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO હતા. સીબીઆઈ તપાસ અન્ય એક કૌભાંડ સાથે સંબંધિત છે, જે રામકૃષ્ણના કાર્યકાળ દરમિયાન સામે આવ્યું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક વેપારીઓને NSEની કો-લોકેશન ફેસિલિટીનો પ્રેફરન્શિયલ એક્સેસ મળ્યો હતો. આ લોકો ઝડપથી લોગ ઇન કરવામાં સક્ષમ હતા. વધુમાં, એક્સચેન્જમાં ડેટા ફીડની સ્પ્લિટ-સેકન્ડ એક્સેસ હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક વેપારીઓ પાસે એક્સચેન્જ ડેટા એક્સેસ કરવા માટે બહુવિધ IP એડ્રેસ હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આવકવેરા વિભાગના દરોડા

અગાઉ, આવકવેરા વિભાગે કરચોરીના કેસની તપાસના ભાગરૂપે ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યમ સામે મુંબઈ અને ચેન્નાઈમાં તેમના ઠેકાણા ઉપર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દરોડાની કાર્યવાહીનો હેતુ કરચોરી અને નાણાકીય અનિયમિતતાના આરોપોને ધ્યાનમાં રાખીને, તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવામાં આવી હતી. ખરેખર, એવી શંકા હતી કે તેઓએ ત્રાહિત પક્ષો સાથે એક્સચેન્જ અંગેની ગુપ્ત માહિતી શેર કરીને ગેરકાયદેસર નાણાકીય લાભ મેળવ્યો હશે. ઈન્કમટેક્સ વિભાગની મુંબઈ ઈન્વેસ્ટિગેશન વિંગે ગુરુવારે વહેલી સવારે રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના ઘર પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં રામકૃષ્ણના ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. સર્ચ ટીમોએ તે તમામ જગ્યાઓમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

આ પણ વાંચોઃ

Online Fraud: એક કોડ સાથે ખાલી થઇ જશે તમારૂ આખું એકાઉન્ટ, SBI એ આપી ચેતવણી, જાણો સંપુર્ણ વિગત

g clip-path="url(#clip0_868_265)">