Gold Price Today : દેશમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે પણ સોનું અને ચાંદી ઉપલા સ્તરે છે. સોનું 60 હજારની ઉપર અને ચાંદી 75 હજારની ઉપર કારોબાર કરી રહી છે. આજે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 61000ની આસપાસ જઈ રહ્યું છે. આજે સોનામાં 60950ની સર્વોચ્ચ સપાટી જોવા મળી છે. બપોરે1.50 વાગે સોનાની કિંમત પર નજર કરીએ તો તે 60680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તેમાં રૂ.170નો વધારો જોવા મળી રહ્યો છે. આજે સોનું રૂ. 60733ના સૌથી નીચા સ્તરે ગયું હતું. સોનાના આ ભાવ તેના મે વાયદા માટે છે.
ચાંદીમાં આજે રૂ.700થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ સમયે ચાંદી રૂ.651ના ઉછાળા સાથે રૂ.75691 પ્રતિ કિલોના સ્તરે જોવા મળી રહી છે. આજે ચાંદીમાં 75578 રૂપિયાની ઉપલી સપાટી જોવા મળી હતી અને ડાઉનસાઇડ પર ચાંદી 75040 સુધી ઘટી હતી. ચાંદીના આ ભાવ તેના જૂન વાયદા માટે છે.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર (12/04/2023 બપોરે 1.50 વાગે ) | |
MCX GOLD : 60680.00 +175.00 (0.29%) | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 65416 |
Rajkot | 62426 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 61960 |
Mumbai | 61310 |
Delhi | 61460 |
Kolkata | 61310 |
જૂન 2020થી માર્ચ 2021 વચ્ચે આરબીઆઈએ 33.9 ટન સોનું ખરીદ્યું હતું. 2021-22માં આરબીઆઈએ લગભગ બમણું એટલે કે 65 ટન સોનું કર્યું છે. એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2022 ની વચ્ચે આરબીઆઈએ 132.34 ટન સોનું ખરીદ્યું છે. તે જ સમયે ભારતીયો પાસે લગભગ 25,000 ટન સોનું છે.
તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…