Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા
વારસામાં મળેલું સોનુ નિયમની મર્યાદામાં નહિ રહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 ડિસેમ્બર, 2016 થી સ્પષ્ટ કરી દીધું છે કે સોના રાખવા અંગેનો નિયમ હોવા છતાં પણ તેની મર્યાદા નથી, જો કે તેના માટે કેટલીક શરતો છે.
સોનુ(GOLD)ભારતીય રોકાણકારોમાં ઘણું આકર્ષણ ધરાવે છે. ભારતીય ગૃહિણીઓને સોનામાં ખુબ રસ હોય છે.ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યમાં સોના-ચાંદીની ખરીદી થાય છે. આ જ કારણ છે કે ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાત(Gold Import)કરનાર દેશ બન્યો છે. તમે પણ સોનામાં રોકાણ કરો છો, તો કેટલાક નિયમો જાણવા જરૂરી છે નહીં તો આવકવેરા (Income Tax)વિભાગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કોરોનાકાળમાં સોનુ રોકાણકારો માટે એક પ્રિય માધ્યમ બન્યું છે. વર્ષ-2020 માં સોનાએ 30 ટકાથી વધુ વળતર આપ્યું હતું. અંદાજ છે કે આ વર્ષે પણ તે સારું વળતર આપશે. સોના અંગે સરકારે કેટલાક નિયનો જારી કાર્ય છે.
ઘરમાં સોનુ રાખવાની મર્યાદા છે આવકવેરા કાયદા અનુસાર ઘરમાં સોના રાખવાની મર્યાદા છે. આ મર્યાદાનો આવક સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિની કોઈ આવક છે કે નહીં તે સુવર્ણ રાખવાની મર્યાદાને અસર કરતું નથી. જો સ્ત્રી પરિણીત છે તો તે તેની પાસે 500 ગ્રામ જેટલું સોનું રાખી શકે છે. જો કોઈ છોકરી લગ્ન ન કરે તો તે 250 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. પુરુષો માટે આ મર્યાદા 100 ગ્રામ છે.
મર્યાદાથી વધુ સોનુ રાખવા પર પૂછપરછ થઈ શકે છે જો કોઈની પાસે આ મર્યાદા કરતા વધુ સોનું છે, તો આવકવેરા અધિકારીને પૂછપરછ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ બાબતે તે શું નિર્ણય લે છે તે કરવેરા અધિકારીની મુનસફી પર આધારીત છે. પારિવારિક રિવાજોને ધ્યાનમાં રાખીને ટેક્સ વિભાગના અધિકારીઓ આ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
વારસામાં મળેલું સોનુ નિયમની મર્યાદામાં નહિ રહે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ 1 ડિસેમ્બર, 2016 થી સ્પષ્ટ કરી દીધું છે કે સોના રાખવા અંગેનો નિયમ હોવા છતાં પણ તેની મર્યાદા નથી, જો કે તેના માટે કેટલીક શરતો છે. જો તમને સોનું વારસામાં મળ્યું છે તો ટેક્સ વિભાગના અધિકારીઓ તમને સવાલો પૂછશે અને સાચો જવાબ આપીને તમે કોઈપણ કાર્યવાહીથી બચી શકશો.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51860.00 +93.00 (0.18%) – 09:22 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53487 |
Rajkot | 53507 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52150 |
Mumbai | 51660 |
Delhi | 51660 |
Kolkata | 51660 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 48241 |
USA | 47389 |
Australia | 47289 |
China | 47407 |
(Source : goldpriceindia) |