Kam ni Vaat : ITR ફાઈલ કરતી વખતે શું રાખશો ધ્યાન, તમારી કઈ કઈ આવક પર છે આઈટી વિભાગની નજર ?

પગાર સિવાય અન્ય સ્ત્રોતથી તમને થયેલી આવકનો ઉલ્લેખ ઈન્કમટેક્સ રિટર્ન (Income tax)માં કરવો જરૂરી, નહીં તો આવી શકે છે નોટીસ

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:54 PM

જો તમે ઈન્કમટેક્સ રિટર્ન (Income tax Return) ફાઈલ કરી રહ્યા છો અને તમારી કોઈ આવકને છુપાવવાનું વિચારી રહ્યા છો તો આ રીપોર્ટ છે ખાસ તમારા માટે. કારણ કે આવું કરવા જતાં ક્યાંક તમારે ઈન્કમટેક્સ વિભાગ (Incometax department) ની નોટીસનો સામનો કરવો પડી શકે છે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કરદાતાએ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તમારી કઈ કઈ આવક પર છે આઈટી વિભાગની નજર, તે વિશે જાણકારી રાખવી ખુબ જ જરૂરી છે.

કરદાતા (Taxpayer)એ એ જાણી લેવું જોઈએ કે તેણે તમામ આવકનો ઉલ્લેખ રિટર્ન ફાઈલ કરતી વખતે કરી દીધો છે. કારણ કે આવકવેરા વિભાગને રિટર્ન ફાઈલ કરનારના પગાર પ્રમાણપત્ર એટલે કે ફોર્મ 16 સિવાયના પણ અન્ય સ્ત્રોતોથી થયેલી આવકની પૂરી જાણકારી હોય છે. જેમાં બેંક કે અન્ય નાણાંકીય સંસ્થાઓના એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન (Annual Information Return) અને સ્પેસિફાઈડ ફાઈનાન્શિયલ રિટર્ન (Specified financial return) તેમાં સામેલ છે અને એટલે જો તમે તમારી આવકનો કોઈ સ્ત્રોત છુપાવો છો તો પૂરી શક્યતા છે કે તમે તેમાં નિષ્ફળ રહો અને આવકવેરા વિભાગની નોટીસનો તમારે સામનો કરવો પડે.

મહત્વપૂર્ણ છે કે આવકવેરા વિભાગને દરેક કરદાતાની દરેક મોટી લેવડદેવડ સાથે જોડાયેલી મોટાભાગની જાણકારી હોય જ છે… જેવો કરદાતા આવકને લગતી વિગતો આપે છે,, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Incometax department)નું પોર્ટલ એ તમામ વિગતોને વિભાગ પાસે રહેલી સૂચનાઓ સાથે સરખાવે છે… અને તેમાં જો કોઈ અંતર દેખાય તો વિભાગ કરદાતાને નોટિસ પાઠવી પુછપરછ કરી શકે છે…

હવે આપને એ પણ જણાવી દઉં કે તમારી કઈ કઈ આવકની માહિતી આવકવેરા વિભાગ પાસે પહેલાથી હોય છે..

આવકવેરા વિભાગ પાસે હોય છે આ માહિતી

બેંક કે પોસ્ટ ઓફિસના સેવિંગ અકાઉન્ટમાં નાણાંકીય એક વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમ જમા થાય.
ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ
જેમાં નાણાંકીય એક વર્ષમાં 2 લાખ રૂપિયા કે તેનાથી વધુનું ક્રેડિટ કાર્ડ પેમેન્ટ
નાણાંકીય એક વર્ષમાં 1 લાખ કે તેનાથી વધુનું રોકડમાં ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ
એક વર્ષમાં બે લાખ કે તેથી વધુનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
નાણાંકીય એક વર્ષમાં 5 લાખ કે તેથી વધુના બોન્ડ અથવા તો ડિબેંચરમાં રોકાણ
1 લાખથી વધુનું શેર કે આઈપીઓમાં કરેલું રોકાણ
30 લાખ કે તેથી વધુની કિંમતની સ્થાયી સંપત્તિની ખરીદી
લિસ્ટેડ સિક્યુરિટી અથવા તો મ્યુચ્યુઅલ ફંડના વેચાણથી થયેલી આવક
કંપનીઓથી મળેલા ડિવિડંડની આવક
બેંક કે નાણાંકીય સંસ્થાઓમાં જમા રકમના વ્યાજની આવક
નાંણાકીય એક વર્ષમાં 10 લાખ કે તેથી વધુની વિદેશી મુદ્રાની ખરીદી
2 લાખ કે તેથી વધુની કિંમતની કોઈ વસ્તુની રોકડમાં ખરીદી
નાણાંકીય એક વર્ષમાં 10 લાખ કે તેથી વધુના રોકડમાં લેવાયેલા બેંક ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર અને બેંકર્સ ચેક
આ તમામ સ્ત્રોતથી થતી આવકને આપ આઈટી વિભાગથી છુપાવી શકતા નથી

તો હવે એ પણ જાણી લો કે કરદાતાએ આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે કઈ બાબતો ચકાસી લેવી જોઈએ.

ITR ફાઈલ કરતા પહેલા આ બાબતો ચકાસી લેજો

1. ફોર્મ 26 ASમાં બતાવવામાં આવેલી તમામ ઈનકમ રિટર્નમાં બતાવી દેવી
2. TDS સર્ટીફિકેટ્સ અને ફોર્મ 26 ASના TDSની ફિગરની સરખામણી કરી લેવી
3. પ્રોપર્ટી, જ્વેલરી, પેંટિંગ્સ વગેરેના વેચાણથી થયેલા કેપિટલ ગેન્સનો ઉલ્લેખ કરી દેવો
4. નાણાંકીય વર્ષમાં જો એલિજિબલ ઈન્વેસ્ટમેન્ટ કરાયા છે તો તેની પુરી છૂટ લઈ લેવી
5. ડિવિડન્ડ ઈનકમ હવે ટેક્સેબલ છે. આવી આવક અધર સોર્સિસમાં બતાવી દેવી
6. એક્સમ્પટ ઈનકમ એટલે કે ટેક્સ ફ્રી આવકની જાણકારી આપવી

 

આ પણ વાંચો : Kam ni Vaat : શું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન ? તમને આનાથી કેવી રીતે થશે ફાયદો ? જાણો યોજના વિશે

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">