Gold Price Today : અમદાવાદમાં સોનાનો ભાવ રૂપિયા 50500 ને પાર પહોંચ્યો, જાણો DUBAI સહીત દેશ વિદેશમાં 1 તોલા સોનાની કિંમત શું છે?
આજેસવારે ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનું 0.08 ટકા વધીને રૂ. 48,605 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું જેમાં વધારો થયો હતો .
સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી વધારો થયો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.08 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યું છે. આજના કારોબારમાં ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે. તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે કારણ કે લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવ ફરી વધવા લાગે છે.
આજેસવારે ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનું 0.08 ટકા વધીને રૂ. 48,605 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું જેમાં વધારો થયો હતો . આજના કારોબારમાં ચાંદી 0.13 ટકાના ઉછાળા સાથે 64,041 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે.
હજુ પણ રેકોર્ડ ઊંચા કરતાં સોનુ સસ્તું
વર્ષ 2020ની વાત કરીએ તો, MCX પર 10 ગ્રામ સોનાની કિંમત સમાન સમયગાળામાં રૂ. 56,200ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. આજે MCX પર સોનું રૂ. 48,605 પ્રતિ 10 ગ્રામ છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 48634.00 +70.00 (0.14%)– 10:13 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 50510 |
Rajkot | 50530 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 50240 |
Delhi | 49660 |
Mumbai | 51980 |
Kolkata | 50500 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 45051 |
USA | 44109 |
Australia | 43928 |
China | 44097 |
(Source : goldpriceindia) |
કોરોનાકાળમાં સોનાની માંગમાં ઉછાળો
છેલ્લા બે વર્ષથી કોરોનાના રોગચાળાએ ભરડો લીધો છે અને અર્થતંત્રની ગાડી ધીમી પડી છે પણ બીજી તરફ દેશના લોકો સોના કે સોનાના દાગીના ખરીદવામાં કચાસ રાખી રહ્યા નથી. આંકડા આ વાતની સાક્ષી પૂરે છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર, 2021) સોનાની આયાત બમણીથી વધુ વધીને 38 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા દ્વારા આ હકીકત સામે આવી છે.
દેશમાં ઉચ્ચ માંગને કારણે સોનાની આયાતમાં વધારો થયો છે. ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. સોનાની આયાત મુખ્યત્વે જ્વેલરી ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે બજારમાં પ્રારંભિક કડાકા બાદ ખરીદારી નીકળી, Sensex 900 અંક સુધી રિકવર થયો