Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો

આજના બજેટનો જન્મ શેરબજાર(Share Market)ની મોટી કટોકટી કે કૌભાંડમાંથી થયો હતો. આ સંકટને સાઉથ સી બબલ (South See Bubble) પણ કહેવામાં આવે છે.

Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો
વિશ્વમાં પહેલું બજેટ ઇંગ્લેન્ડમાં રજૂ થયું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 9:43 AM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ(finance minister of india nirmala sitharaman) 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ બજેટ 2022 (union budget 2022-23)રજૂ કરવાના છે. ઉદ્યોગથી લઈને સામાન્ય લોકો સુધી આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે બજેટ શબ્દ ક્યાંથી આવ્યો? તેનો ઈતિહાસ શું છે? તેનો જન્મ કેવી રીતે થયો? કેવી રીતે એક મોટા કૌભાંડે કટોકટીને જન્મ આપ્યો હતો અને તેનો બજેટ સાથે શું સંબંધ છે?

આજના બજેટનો જન્મ શેરબજાર(Share Market)ની મોટી કટોકટી કે કૌભાંડમાંથી થયો હતો. આ સંકટને સાઉથ સી બબલ (South See Bubble) પણ કહેવામાં આવે છે. બજેટની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઇ હતી. વર્ષ 1720 માં અંગ્રેજી શેરબજારમાં તેજી હતી. તે સમયે સાઉથ સી કંપની મજબૂત રિટર્ન ગેરંટી, કિંગ જ્યોર્જની ભાગીદારી અને કિંમતની યુક્તિઓને કારણે તેના શેરો આકાશને આંબી ગયા હતા.

સાઉથ સી સ્ટોકની પ્રાઈસ(South See Stock Price) જે જાન્યુઆરી 1720માં 124 પાઉન્ડ હતી તે ઓગસ્ટ સુધીમાં વધીને 1000 પાઉન્ડ થઈ ગઈ હતી. જોકે તેજીનો આ સમયગાળો લાંબો ચાલ્યો નહીં અને થોડા દિવસોમાં સાઉથ સી કંપનીનો સ્ટોક ઘટીને 124 પાઉન્ડ થઈ ગયો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સ્ટોક જમીન પાર પટકાતા ઘણા લોકો બરબાદ થયા હતા. ઘણી બેંકો નાદાર થઈ ગઈ હતી. આ બાબત ઈંગ્લેન્ડ માટે રાષ્ટ્રીય કટોકટી બની ગઈ હતી. તેણે સાઉથ સી સ્ટોકમાં 22,000 પાઉન્ડનું રોકાણ કર્યું હોવાથી સર આઇઝેક ન્યૂટન(Sir Isaac Newton)ને પણ ભારે નુકસાન થયું હતું. જ્યારે સ્ટોક ઘટ્યો ત્યારે તેમણે 20,000 પાઉન્ડ ગુમાવ્યા હતા. આજે તે રકમ 35 લાખ પાઉન્ડથી વધુ થાય છે.

આ ઘટના બાદ બજેટની શરૂઆત થઇ

ઈંગ્લેન્ડને આ કટોકટીમાંથી ઉગારવાનું કામ તત્કાલિન વડાપ્રધાન રોબર્ટ વોલપોલે(Prime Minister Robert Walpole) ઉપાડ્યું હતું. તેમણે ત્યાંની સંસદને દેશના દેવા અને કમાણી વિશે વારંવાર જાણ કરવી પડી હતી. મામલો ત્યાં સુધી વધી ગયો કે 1733માં તેણે દારૂ અને તમાકુ પર ટેક્સ લાદ્યો હતો જેનાથી લોકો ગભરાઈ ગયા હતા. લપરી પરિસ્થિતિ દર્શાવતુ એક પ્રખ્યાત કાર્ટૂન પ્રચલિત થયું હતું જેમાં વડાપ્રધાન વોલપોલને દવાની થેલી ખોલતા દર્શાવ્યા હતા. કેપ્શન હતું ધ બજેટ ઓપન(The Budget Open)

બજેટ શબ્દ ક્યાંથી મળ્યો?

વાસ્તવમાં બજ (Budge) શબ્દ બેગ(Bag)માટે વપરાય છે. તે ફ્રેન્ચ શબ્દ Bouget પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ચામડાનો કેસ. તે સમયે વિપક્ષી સાંસદ વિલિયમ પોલ્ટની(William Poultaney)એ પણ ધ બજેટ ઓપન(The Budget Open) નામના પેમ્ફલેટ દ્વારા નવા ટેક્સ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. વોલપોલે આખરે તેની ઓફર પાછી ખેંચી લીધી.

બજેટ ક્યારથી પ્રચલિત બન્યું?

જો કે વિરોધને કારણે ટેક્સની દરખાસ્ત રદ કરવામાં આવી હતી, ત્યારથી બજેટ શબ્દનો ઉપયોગ નિયમિતપણે કરવામાં આવે છે. જો કે, 1750 સુધીમાં બ્રિટિશ સંસદમાં વાર્ષિક બજેટ રાખવાની નિયમિત પ્રથા બની ગઈ હતી. ભારતમાં પણ અંગ્રેજ સાશનની વિદાય બાદ પણ બજેટ પ્રથા યથાવત રહી છે.

આ પણ વાંચો : BUDGET 2022 : શું કર્મચારીઓ ઉપર સરકાર થશે મહેરબાન? PF ઉપર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવા ઘણા સમયથી કરાઈ રહી છે માંગ

આ પણ વાંચો : Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંક રહેશે બંધ, રજાઓની યાદી જાણી લો નહીંતર ધક્કો પડશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">