Gold Investment Plan : સોનામાં રોકાણ કરવા હાલ ઉચિત સમય છે? કરો એક નજર આ વિકલ્પો ઉપર

|

Aug 27, 2022 | 8:23 AM

પૂરતા જ્ઞાન વિના રોકાણ ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે. સોનામાં રોકાણ ક્યારે? કેટલું? અને કેવી રીતે કરવું? તે પણ અગત્યની બાબત છે. સોનામાં રોકાણ કરવા(Gold Investment Plan) માટે પણ ઘણા વિકલ્પો છે.

Gold Investment Plan : સોનામાં રોકાણ કરવા હાલ ઉચિત સમય છે? કરો એક નજર આ વિકલ્પો ઉપર
Gold - file image

Follow us on

જેમ્સ અને જ્વેલરીની નિકાસ જુલાઈમાં ઘટીને રૂ. 24,913 કરોડ થઈ હતી. નોંધનીય છે કે દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ એક વર્ષ અગાઉના સમાન મહિનાની સરખામણીએ જુલાઈમાં નજીવી રીતે ઘટીને રૂ. 24,913.99 કરોડ થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ આ માહિતી આપી હતી. એક વર્ષ અગાઉના સમાન મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ રૂ. 25,157.64 કરોડ હતી. સોનાના ભાવ(Gold Price)માં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળા માટે રોકાણ કરનારા લોકો થોડા સમય માટે અંતર રાખે તેમ હિતાવહ હોવાની નિષ્ણાતોએ સલાહ પણ આપી છે.

પૂરતા જ્ઞાન વિના રોકાણ ક્યારેક જોખમી સાબિત થઇ શકે છે. સોનામાં રોકાણ ક્યારે? કેટલું? અને કેવી રીતે કરવું? તે પણ અગત્યની બાબત છે. સોનામાં રોકાણ કરવા(Gold Investment Plan) માટે પણ ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં કયો વિકલ્પ અપનાવવો જોઈએ તે નક્કી કરવું મુશ્કેલ બને છે. સોનું ખરીદવા અથવા રોકાણ કરવા માટે 3 શ્રેષ્ઠ વિકલ્પો છે.

1. ફિઝિકલ ગોલ્ડ

ગ્રાહકો કોઈપણ જ્વેલરી શોપમાં જઈને સોનું ખરીદી શકે છે. સોનાની શુદ્ધતા માટે સરકારે હોલમાર્કિંગના નિયમો પણ બનાવ્યા છે. દેશના મોટાભાગના લોકો ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. આગામી સમયમાં સારા વળતરની સંભાવના છે. જો કે આ સોનુ રાખવાની મર્યાદા છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

2. Gold ETF માં રોકાણ

સોનામાં રોકાણ કરવાનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ ગોલ્ડ ઇટીએફ(Gold ETF) છે. Gold ETF એક એવું રોકાણ છે,જેનો ઉપયોગ ટૂંકા અને લાંબા ગાળા બંને અવધિ માટે થઈ શકે છે. સોનામાં રોકાણ કરતા ETFમાં કોઈ જોખમ નથી અને સ્ટોરેજની જરૂરિયાત નથી. તે ખૂબ સલામત રોકાણની શ્રેણીમાં પણ આવે છે.

3. સોવરિન ગોલ્ડ બોન્ડ

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. તેથી, તેની સલામતીની ગેરંટી છે. સોવરિન ગોલ્ડ બોન્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પ્રારંભિક રોકાણની રકમ પર વાર્ષિક 2.50 ટકાના નિશ્ચિત વ્યાજ દર સાથે આવે છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

SGB ની શ્રેણી બંધ થઇ

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તામાં સોનું ખરીદવાની આજે છેલ્લી તક છે. નાણાકીય વર્ષ 2022-23 માટે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમની બીજી શ્રેણી માટેનું સબસ્ક્રિપ્શન 22 ઓગસ્ટ, 2022થી પાંચ દિવસે ખુલ્લી રહી હતી. સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો લાભ માત્ર રૂ. 5,197 ની કિંમતે અપાયું હતું.

 

Published On - 8:23 am, Sat, 27 August 22

Next Article