Gold Price Today : સતત બીજા દિવસે સોનું સસ્તું થયું? રોકાણ માટે આવી રહ્યો છે શ્રેષ્ઠ સમય , જાણો આજના 1 તોલા સોનાના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 13 ડોલર ઘટીને 1821 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતું. ચાંદીમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની કિંમત 24.64 ડોલર પ્રતિ ઔંસ છે.

Gold Price Today : સતત બીજા દિવસે સોનું સસ્તું થયું? રોકાણ માટે આવી રહ્યો છે શ્રેષ્ઠ સમય , જાણો આજના 1 તોલા સોનાના ભાવ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 1:35 PM

આજે સતત બીજા દિવસે સોનામાં(Gold Price Today) ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલરની મજબૂતીના કારણે સોનાના દર પર દબાણ વધ્યું છે અને સોનામાં નબળાઈ દેખાઈ છે. અત્યારે 75 રૂપિયાના ઘટાડા સાથે સોનું 47370 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મળી રહ્યું છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના દરમાં 71 રૂપિયાનો ઘટાડો થયો હતો જોકે ચાંદીના ભાવ વધી રહ્યા હતા.

સોનું દબાણ હેઠળ રહેશે કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં ઉછાળાને કારણે સોનું પણ સસ્તું મળી રહ્યું છે. ડોલરમાં વધારો થયો છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સસ્તું થઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. નિષ્ણાતોના મતે સોનાની માંગ અત્યારે ઓછી થઈ છે કારણ કે શેરબજારમાં રોકાણકારોનું વલણ વધુ છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં રસીકરણનો કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 70 કરોડ લોકોને રસી આપવામાં આવી છે તેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે અને સેન્ટિમેન્ટમાં સુધારાને વેગ મળ્યો છે.

MCX પર સોનાનો દર MCX પર, ઓક્ટોબરમાં બપોરે 1 વાગે ડિલિવરી માટે સોનું 5 રૂપિયા ઘટીને 47420 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું. ડિસેમ્બર ડિલિવરી માટે સોનાનો દર 2 રૂપિયા વધીને 47570 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 13 ડોલર ઘટીને 1821 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતું. ચાંદીમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની કિંમત 24.64 ડોલર પ્રતિ ઔંસ છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47420.00   -5.00 (-0.01%) –  01:18 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48985 RAJKOT 999                   48994 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48810 MUMBAI                  47530 DELHI                      50910 KOLKATA                49650 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48440 HYDRABAD          48440 PUNE                      49060 JAYPUR                 48910 PATNA                    49060 NAGPUR                49060 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43769 AMERICA          42935 AUSTRALIA     42899 CHINA               42917 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ

આ પણ વાંચો :  તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં

g clip-path="url(#clip0_868_265)">