તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં

કાર્ડ લેનારાઓ કાર્ડ પર સતત નજર રાખતા નથી તો આ સ્થિતિમાં ચોક્કસપણે દેવાની જાળમાં આવી શકો છો.

સમાચાર સાંભળો
તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં
Credit Card

જો કોઈની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ(Credit Card ) હોય તો તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. જો કે વધુ ક્રેડિટ કાર્ડ તેટલી વધુ સમસ્યાઓ છે જેથી તમે ઘણી વખત નાણાકીય મુશ્કેલીઓમાં પડી શકો છો. કાર્ડ લેનારાઓ કાર્ડ પર સતત નજર રાખતા નથી તો આ સ્થિતિમાં ચોક્કસપણે દેવાની જાળમાં આવી શકો છો. નિષ્ણાતો કહે છે કે જો ઘણા કાર્ડ હોય તો પણ તેને પૈસાનો સ્ત્રોત સમજોને નહિ પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

યોગ્ય કાર્ડ મેળવો અને તેનો યોગ્ય ઉપયોગ કરો
SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર જિતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે વ્યક્તિ પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ ન હોવા જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે તે મહત્વનું છે કે વ્યક્તિ પાસે યોગ્ય કાર્ડ હોય અને તેઓ તેનો યોગ્ય ઉપયોગ કરે. વધુ રીવોર્ડ પોઈન્ટ અથવા ઓફર મળે તે કાર્ડ પસંદ કરો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરો
જિતેન્દ્ર સોલંકી કહે છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરવો વધુ હિતાવહ છે. તેના ઉપયોગનો ગુણોત્તર જાળવવો જરૂરી છે. સોલંકી કહે છે કે વપરાશકર્તાએ એક સમયે 30-40 ટકાથી વધુ ક્રેડિટ મર્યાદાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે વપરાશકર્તા પાસે 5 અલગ અલગ કાર્ડ હોઈ શકે છે પરંતુ જો તેનો ઉપયોગ 20-30 ટકા થાય તો તે સારું છે. જો કાર્ડનો ઉપયોગ 80 થી 90 ટકા હોય તો તે દર્શાવે છે કે વપરાશકર્તા લોન માટે ખુબ જરૂર છે. તેથી કાર્ડ્સની સંખ્યા શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી તમારે તેનો કેટલો ઉપયોગ કરવો તે મહત્વનું છે.

સમયસર ચુકવણી જરૂરી
જો કોઈ પાસે એકથી વધુ કાર્ડ હોય તો તે સારું છે પરંતુ જો આ કાર્ડ્સની ચુકવણી સમયસર ન થાય તો તે ક્રેડિટ સ્કોરને અસર કરશે. ક્રેડિટ કાર્ડ પર લેટ ફી દરેક કાર્ડની નિયત તારીખે અથવા બિલ ચૂકવવા માટે ફોન પર માસિક રિમાઇન્ડર મૂકીને ટાળી શકાય છે. સોલંકીએ કહ્યું કે જો વપરાશકર્તાઓ તેમના ખર્ચ અને ચુકવણીની યોજના કરે તો કાર્ડ્સની સંખ્યાનો વાંધો નથી. વપરાશકર્તાએ તેનો ઉપયોગ કરીને ખર્ચ કરેલી રકમ ચૂકવવા માટે સક્ષમ હોવા જોઈએ.

 

આ પણ વાંચો :  75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રાહતના સમાચાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે મુક્તિ મળી , પરંતુ આ નિયમનોનું કરવું પડશે પાલન

 

આ પણ વાંચો : SEBIએ 85 કંપનીઓના Capital Marketમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો , જાણો શું છે મામલો

Click on your DTH Provider to Add TV9 Gujarati