સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો

સોનામાં છેલ્લા 30 દિવસમાં 1500 રૂપિયા ભાવ વધારો જોવા મળ્યો છે એટલે કે સોનું એક મહિના પહેલા 62 કે 64 હજારનું હતું તે હવે 75 હજારને પાર કરી ચૂક્યું છે. જોકે બજારમાં સોનાનો ભાવ વધતા કોઈ મોટી અસર જોવા મળી નથી.

સોના ચાંદીના ભાવ આસમાને છતાં ખરીદી પર કોઈ અસર નહીં, જાણો શું છે ભાવ વધારા પાછળના કારણો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:49 PM

વર્ષો પહેલાથી લોકો મોટાભાગે પૈસાનું રોકાણો સોના ચાંદીમાં કરતા આવ્યા છે કેમકે સોનાની કિંમત વધતા તે પૂરતા ભાવે વહેંચી શકાય છે અને ખરીદી પણ શકાય છે, પરંતુ છેલ્લા એક મહિનાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં સોનું અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી છે.

જે સોનાનો એક મહિના પહેલા 64000 રૂપિયા ભાવ હતો તેનો આજે 75 હજાર રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ 80 હજાર સુધી સોનું પહોંચે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

સોનામાં ભાવ વધારા પાછળનાં કારણો

  • વૈશ્વિક સ્તરે રશિયા – યુકેન યુદ્ધ જે ઘણા સમયથી ચાલી રહ્યું છે
  • વૈશ્વિક હાલાકીમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયેલની યુદ્ધની સ્થિતિ
  • વિશ્વની આર્થિક મહાસત્તાઓ જેમાં ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ
  • ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાનું તાત્પર્ય

આ તમામ કારણોને લઈને સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે અને જેને કારણે જ સોનાના ભાવમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે.

તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો

સોના ચાંદીનો ભાવ વધતા શું છે બજારમાં અસર

  • સોના ચાંદીનો ભાવ વધતા બજારમાં તેની કોઈ મોટી અસર જોવા મળી નથી.
  • સામાન્ય રીતે સોના ચાંદીનો ભાવ વધતો હોય છે ત્યારે ગ્રાહકો દાગીના વાંચતા હોય છે પરંતુ આ વખતે એવી કોઈ અસર જોવા મળી નથી.
  • સોનાનો ભાવ વધ્યો છે આમ છતાં 14 અને 18 કેરેટ એટલે કે લાઇટ વેઈટ દાગીનાની ખરીદી વધી છે.
  • જોકે અત્યારના સંજોગોમાં 22 કેરેટ સોનાની દાગીનાની ખરીદીમાં ઘટાડો થયો છે.
  • સોનાના સિક્કા, પેપર ગોલ્ડ અને સરકારની સોવેનીયર ગોલ્ડમાં પણ રોકાણો વધ્યા છે.

આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે, ત્યારે સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જોકે હજી પણ આ ભાવમાં તેજી આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દિવાળીની તારીખો સુધી સોનાના ભાવમાં તેજી જોવા મળશે. લોકોને પણ લાગી રહ્યું છે કે સોનાનો ભાવ હજી વધશે જેને કારણે હવે જો 70 હજારની આસપાસ સોનાનો ભાવ પહોંચશે તો હજી પણ સોનાની ખરીદીમાં વધારો જોવા મળી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">