ગૌતમ અદાણીની કંપનીએ ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું, 1 વર્ષમાં 230% રિટર્ન આપનાર સ્ટોક ફરી ફોકસમાં આવ્યો
દેશની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર બીએ ગુજરાતના ખાવરામાં 448.95 મેગાવોટની ક્ષમતા સાથે સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.કંપનીનો શેર મંગળવારે 2% વધીને રૂપિયા 1969.75 સુધી ઉપલા સ્તરે ગયો થયો હતો.

દેશની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર બીએ ગુજરાતના ખાવરામાં 448.95 મેગાવોટની ક્ષમતા સાથે સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
શેરબજારને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે 14 ફેબ્રુઆરી 2024 ના રોજ આપવામાં આવેલી માહિતી સાથે મળીને ખાવરામાં કુલ 1,000 મેગાવોટની ક્ષમતાવાળા સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ ચાલુ કરવામાં આવ્યા છે. કંપનીનો શેર મંગળવારે 2% વધીને રૂપિયા 1969.75 સુધી ઉપલા સ્તરે ગયો થયો હતો.
કંપનીએ શું કહ્યું?
અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર એ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર બી લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ની પેટાકંપનીઓ ખાવરામાં 448.95 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્લાન્ટ્સ ચાલુ થવા સાથે AGENની કુલ રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા વધીને 9,478 મેગાવોટ થઈ ગઈ છે. કંપનીએ 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે તેના એકમો અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર એ અને અદાણી ગ્રીન એનર્જી ટવેન્ટી ફોર બીએ ખાવરામાં કુલ 551 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.
શેરની સ્થિતિ
છેલ્લા છ મહિનામાં અદાણી ગ્રીન એનર્જીનો શેર 90% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 230% વધ્યો છે. ગયા વર્ષે આ શેરની કિંમત 589 રૂપિયા સુધી પહોંચી હતી. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂપિયા 2,016 અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 590.10 છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 3,08,403.20 કરોડ છે.
અદાણી પોર્ટ્સનો શેર પણ મજબૂત સ્થિતિમાં
અદાણી પોર્ટ્સે એક્સ્ચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનએ ફેબ્રુઆરીમાં કુલ 35.4 MMT કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં લગભગ 33 ટકા વધુ છે. જ્યારે મોટા ભાગના બંદરો પર વર્ષ-દર-વર્ષે વોલ્યુમમાં ઉછાળો જોવા મળ્યો હતો. ધામરા પોર્ટે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ માસિક કાર્ગો 4.22 MMT નો રેકોર્ડ કર્યો છે. સોમવારે ૪ માર્ચે કંપનીના 1,356.55 રૂપિયાની ૫૨ સપ્તાહની ઉપલી સપાટી નોંધાવી હતી.
ડિસ્ક્લેમર : tv9 દ્વારા અત્રે એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારનું રોકાણ આર્થિક જોખમોને આધીન હોય છે. બજારમાં નફાના અંદાજ સાથે કરાયેલ રોકાણમાં હંમેશા નફો નહીં પણ નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.