વિશ્વના ધનિકોની યાદીમાં મોટાપાયે ઉથલપાથલ : એલોન મસ્કે નંબર 1 નો તાજ ગુમાવ્યો તો અદાણી -અંબાણીએ આ મામલે બાજી મારી
વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે. સોમવારે એલોન મસ્કની સંપત્તિમાં 17.6 બિલિયન ડોલરના ઘટાડાએ નંબર વન અબજોપતિ તરીકેનું સ્થાન છીનવી લીધું હતું. હવે જેફ બેઝોસ 200 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન પર છે.

વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે. સોમવારે એલોન મસ્કની સંપત્તિમાં 17.6 બિલિયન ડોલરના ઘટાડાએ નંબર વન અબજોપતિ તરીકેનું સ્થાન છીનવી લીધું હતું. હવે જેફ બેઝોસ 200 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન પર છે.
એલોન મસ્ક હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 198 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર બર્નાર્ડ આર્નોલ્ટ છે. તેમની પાસે 197 અબજ ડોલરની સંપત્તિ છે.
વિશ્વના ટોચના 10 ધનિકોની યાદી

શા માટે મસ્કની સંપત્તિમાં ઘટાડો થયો?
એલોન મસ્કની કંપની ટેસ્લાના શેર સોમવારે પટકાયા હતા. ટેસ્લાનો શેર સોમવારે 7.16 ટકા ઘટીને 188.14 ડોલર પર આવી ગયો હતો. મસ્કની સંપત્તિનો મોટો હિસ્સો ટેસ્લાના શેરમાંથી પણ આવે છે.
આ ઘટાડાની સીધી અસર મસ્કની નેટવર્થ પર પડી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ટેસ્લાના શેર લગભગ 25% જેટલા ઘટ્યા છે. આ જ કારણ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 31.3 બિલિયન ડોલર ગુમાવનારાઓની યાદીમાં એલન મસ્ક પ્રથમ સ્થાને છે. બીજી તરફ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક બેઝોસની સંપત્તિમાં આ વર્ષે જોરદાર ઉછાળો આવ્યો છે. તેમની સંપત્તિમાં 23 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.
કમાણીમાં માર્ક ઝકરબર્ગ નંબર વન
આ વર્ષે Meta CEO માર્ક ઝકરબર્ગ કમાણીમાં પ્રથમ સ્થાને છે. ઝકરબર્ગે માત્ર 64 દિવસમાં 50.7 અબજ ડોલરની કમાણી કરી છે. વિશ્વના આ ચોથા સૌથી અમીર વ્યક્તિ પાસે હાલમાં 179 બિલિયન ડોલરની સંપત્તિ છે. બિલગેટ્સ પાંચમા નંબરે છે. તેમની સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન 8.88 બિલિયન ડોલર વધીને 150 બિલિયન ડોલર થઈ છે.
આ વર્ષે તેમની સંપત્તિમાં 12.6 બિલિયન ઉમેરનાર સ્ટીવ બાલ્મર બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ 143 બિલિયન ડોલર છે. વોરેન બફેટ આ યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 133 બિલિયન ડોલર છે અને આ વર્ષે બફેટે 13.4 બિલિયન ડોલરની કમાણી કરી છે.

ટોપ ગેઇનર્સની યાદીમાં અદાણી-અંબાણી પણ સામેલ
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નામ પણ આ વર્ષના ટોપ ગેઇનર્સની યાદીમાં છે. જેફ બેઝોસ પછી અદાણી સૌથી મોટા સંપત્તિ સર્જકોમાં સામેલ છે. કમાણીની આ યાદીમાં અદાણી પાંચમા સ્થાને છે.
વિશ્વના અબજોપતિઓની યાદીમાં 12મા ક્રમે રહેલા અદાણીએ આ વર્ષે તેમની નેટવર્થમાં 19.2 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. હવે તેની પાસે 104 બિલિયન ડોલરની નેટવર્થ છે. બીજી તરફ, મુકેશ અંબાણી કમાણીની બાબતમાં અદાણીથી બે સ્થાન નીચે અને સંપત્તિમાં એક સ્થાન ઉપર છે. વિશ્વના અબજોપતિઓમાં 11મા સ્થાને રહેલા અંબાણી કમાણીમાં સાતમા સ્થાને છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 18.2 અબજ ડોલરનો વધારો થયો છે. હવે તેની પાસે 115 બિલિયન ડોલરની નેટવર્થ છે.