AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

અદાણી ગ્રુપની મુન્દ્રાથી શરૂ થયેલી સફર હવે 500 મિલિયન ટન પર પહોંચી છે. ગૌતમ અદાણીએ ભૂતકાળની યાદો તાજી કરી અને 2030 માટે એક એવો ટાર્ગેટ આપ્યો જે સાંભળીને સૌ કોઈ દંગ રહી જશે.

WGTT: મુન્દ્રાના દલદલથી 'અબજો' ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો 'મિશન 1 બિલિયન'નો માસ્ટરપ્લાન
Image Credit source: Adani
| Updated on: Apr 08, 2026 | 8:36 PM
Share

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે માત્ર બિઝનેસના આંકડા જ નહીં, પણ મુન્દ્રાના એ દિવસોની વાતો કરી જ્યારે ત્યાં માત્ર કાદવ-કીચડ અને અનંત માર્શલેન્ડ (દળદલ) હતું.

90ના દાયકાની એ જૂની ‘કોન્ટેસા’ કાર અને એક ‘ગીત’

ગૌતમ અદાણીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે મુન્દ્રા જવા માટે પાકા રસ્તા પણ નહોતા, ત્યારે તેઓ મલય મહાદેવિયા સાથે જૂની કોન્ટેસા કારમાં આખી રાત ડ્રાઈવ કરીને ત્યાં પહોંચતા હતા. જ્યારે પણ રસ્તામાં શંકા કે ડર લાગતો, ત્યારે મલય તે સમયની ફેમસ ફિલ્મનું એક ગીત ગાતા- “રોતે હુએ આતે હૈ સબ – હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર – જાનેમન કહેલાયેગા!”. આ ગીત તેમનું ખાનગી રાષ્ટ્રગીત બની ગયું હતું, જે તેમને નસીબ પોતે બનાવવાની તાકાત આપતું હતું.

સિદ્ધિનો શ્રેય શ્રમિકોને: ‘પરસેવાના દરેક ટીપાને પ્રણામ’

આ ભવ્ય સફળતા પાછળ ગૌતમ અદાણીએ કોઈ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી નહીં પણ તેના શ્રમિકોના પરસેવાને મહત્વ આપ્યું છે. તેમણે ભાવુક થતા હિન્દીમાં પંક્તિઓ કહી: “અભી તો બસ જમીન નાપી હૈ હોંસલો કા આસમાન બાકી હૈ તુમ્હારી હી બાજુઓ કે દમ પર કઈ ઓર બડે ઇમ્તેહાન બાકી હૈ.” “યે 500 મિલિયન ટન કી સિદ્ધિ અપને શ્રમિકો કે નામ કરતા હૂં. તુમ્હારે પસીને કી હર બુંદ કો ઝુકકર પ્રણામ કરતા હૂં.”

તેમણે કહ્યું કે જે શ્રમિકો પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર રહીને પોતાના બાળકોનું બાળપણ જોયા વગર મહેનત કરે છે, આ સિદ્ધિ તેમની છે.

મિશન 2030: શું છે આગામી મોટો ટાર્ગેટ?

ગૌતમ અદાણી અહીં અટકવાના મૂડમાં નથી. તેમણે ભવિષ્યની રૂપરેખા આપતા જણાવ્યું કે, જે પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા, તે હવે માત્ર 2 વર્ષમાં હાંસલ થઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી કે 2030 સુધીમાં APSEZ 1 બિલિયન ટન (1000 મિલિયન ટન) કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખે છે.

સ્પીચના અંતમાં તેમણે ફરી કવિતાના માધ્યમથી પોતાનો સંકલ્પ દોહરાવ્યો:

“હમને મુન્દ્રા કી લહેરો સે સીખા… કિનારો પર ઠહરના ક્યા, નિકલ પડે ઉસ રાહ પર… જહાં લક્ષ્ય હૈ આસમાં.” “રુકના હમારી ફિતરત નહીં… ઉઠના હમારી પહચાન હૈ, એક શિખર કે બાદ – દૂસરે કી તલાશ… યહી અદાણી કી ઉડાન હૈ”

તેમણે સ્પષ્ટ કર્યું કે અદાણી ગ્રુપ અને ભારત માટે હજુ શ્રેષ્ઠ સમય આવવાનો બાકી છે.

40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">