દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટ્યુ, 4.53 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં ઘટાડો છે.

દેશનું વિદેશી મુદ્રા ભંડાર ઘટ્યુ, 4.53 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો
India's forex reserves down
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 4:32 PM

દેશના વિદેશી મુદ્રા ભંડોળ (Foreign Exchange Reserves) માં 4.531 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. આ 28 જાન્યુઆરીના પુરા થતા સપ્તાહમાં ઘટીને 629.755 અબજ ડોલર છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) થી મળી છે રિઝર્વ બેન્ક તરફથી શુક્રવારે આંકડાઓ જાહેર થયા તે અનુસાર 21 જાન્યુઆરીના પુરા થતા સપ્તાહમાં આપણું વિદેશી મુદ્રા ભંડાર 67.8 કરોડ ડોલરથી ઘટીને 634.287 અરબ ડોલર રહી ગયુ હતું. જ્યારે 3 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં આ રેકોર્ડ 642.453 અબજ ડોલરના ઉચ્ચ સ્તરે રહ્યો.

આરબીઆઈના સાપ્તાહિક આંકડા અનુસાર, 28 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી ચલણ અસ્કયામતો (FCA) માં ઘટાડો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ માનવામાં આવે છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર આ સપ્તાહે FCA 3.504 અબજ ડોલરથી ઘટી 566.077 અબજ ડોલર રહી ગઇ છે.

ડોલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકી મુદ્રાને વધ-ઘટ પણ સમાવેશ થાય છે.આ દરમિયાન સોના ભંડારનું મુલ્ય 84.4 કરોડ ડોલર ઘટીને 39.493 અબજ ડોલર રહ્યુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેનો સ્પેશિયલ ડ્રાવિંગ રાઇટ અથવા SDR સમીક્ષા હેઠળના સપ્તાહમાં 141 કરોડ ડોલર ઘટીને 19.011 અબજ ડોલર રહ્યુ. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતનું ચલણ અનામત પણ $42 મિલિયન ઘટીને $5.174 બિલિયન થયું છે. આ સપ્તાહે રૂપિયો 37 પૈસા મજબૂત થયો છે.

બજેટ બાદ રૂપિયા પર દબાવ વધ્યો

એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્લેષક દિલીપ પરમાર અનુસાર બે પ્રમુખ કેન્દ્રિય બેન્કો યુરોપિયન સેંન્ટ્રલ બેન્ક (ECB) અને બેન્ક ઓફ ઇગ્લેન્ડ (BOE) દ્વારા કડક નીતિ વિષયક વલણ વચ્ચે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડા સાથે રૂપિયો મજબૂત થયો હતો. પરમારે કહ્યુ “કેન્દ્રીય બજેટ બાદ રૂપિયા પર દબાણ રહ્યુ, બજેટમાં વધુ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.” આગળ જતાં, રોકાણ પ્રવાહ અને ક્રૂડ ઓઇલના ભાવો દ્વારા રૂપિયાની દિશા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો :Technology News: Twitter હવે વૈશ્વિક સ્તરે આપી રહ્યું છે ડાઉનવોટ બટન, જાણો તેમાં શું છે ખાસ

આ પણ વાંચો :કંપની ખુદ Instagramનો ઉપયોગ કરવાનો કરી રહી છે ઈન્કાર! શું માનસિક સ્વાસ્થ્ય છે તેની પાછળનું કારણ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">