Technology News: Twitter હવે વૈશ્વિક સ્તરે આપી રહ્યું છે ડાઉનવોટ બટન, જાણો તેમાં શું છે ખાસ
ટ્વીટરે પુષ્ટિ કરી છે કે તે ટ્વીટ્સ પર ડાઉનવોટની સંખ્યા દર્શાવશે નહીં અને પ્લેટફોર્મ દ્વારા ડેટાનો ઉપયોગ વપરાશકર્તાના અનુભવને વધુ સારો બનાવા માટે કરવામાં આવશે.
ટ્વિટરે (Twitter) એક નવું ડાઉનવોટ બટન (Downvote Button) રજૂ કર્યું છે, જે ક્લિક કરવાથી તે નારંગી થઈ જાય છે. ટ્વિટરે વૈશ્વિક સ્તરે ડાઉનવોટ (Twitter Downvote Feature) ફિચરને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે, તેથી તે હવે દરેકને દેખાશે. આ સુવિધા પહેલા વપરાશકર્તાઓના પસંદગીના ગ્રુપ માટે ઉપલબ્ધ હતી અને હવે વૈશ્વિક વ્યૂઅર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી આ એક્સપેરિમેન્ટલ ફિચરને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને લોકો જે આ પ્લેટફોર્મ પર જોવા માગે છે. કંપનીને તે કન્ટેન્ટ સમજવામાં મદદ કરી છે. ટ્વિટરે સૌપ્રથમ 2021માં વેબ વપરાશકર્તાઓ સાથે ડાઉનવોટ ટ્રાયલ શરૂ કર્યું હતું અને માઈક્રોબ્લોગિંગ સાઈટ હવે તેને iOS અને Android વપરાશકર્તાઓ માટે પણ રોલ આઉટ કરવાની યોજના બનાવી રહી છે.
શરૂઆતમાં ટ્વીટરે વિવિધ પ્રકારના ડાઉનવોટિંગ દર્શાવ્યા હતા. તેને અપવોટ અને ડાઉનવોટ બંને બટનો રજુ કર્યા, જેથી એ જાણી શકાય કે યુઝર્સ દ્વારા ક્યા કન્ટેન્ટને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કેટલાક ટ્રાયલમાં થમ્બ્સ અપ અને થમ્બ્સ ડાઉન બટન પણ દર્શાવવામાં આવ્યા હતા. એક્સેપેરિમેન્ટ દર્શાવે છે કે મોટાભાગના લોકોએ ડાઉનવોટ બટનનો ઉપયોગ કર્યો, જ્યારે તેઓને કોઈ ટ્વીટ વાંધાજનક અથવા બિન જરૂરી જણાય હતી. ટ્વીટરે કહ્યું કે “આ પ્રયોગે એ પણ દર્શાવ્યું છે કે લોકો જે કન્ટેન્ટ જોવા નથી માંગતા તેને માર્ક કરવા માટે ડાઉનવોટિંગ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે.”
ટ્વીટર ટ્વીટ પર ડાઉનવોટ કાઉન્ટ બતાવશે નહીં
જો કે ટ્વીટરે પુષ્ટિ કરી છે કે તે ટ્વીટ્સ પર ડાઉનવોટની સંખ્યા દર્શાવશે નહીં અને પ્લેટફોર્મ દ્વારા ડેટાનો ઉપયોગ વપરાશકર્તા અનુભવને સુધારવા માટે કરવામાં આવશે. YouTubeએ તાજેતરમાં એક સમાન પહેલ કરી છે અને નાના ક્રિએટર્સ માટે બિન જરૂરી ડિસલાઈક અથવા હેરેસમેન્ટને રોકવા માટે તેની સાઈટ પરના વીડિયોઝ પર પબ્લિક ડિસલાઈકની સંખ્યા છુપાવવાનું શરૂ કર્યું છે. કંપનીએ કહ્યું કે તે “દર્શકો અને ક્રિએટર્સ વચ્ચે સારી વાતચીત” ને પ્રોત્સાહન આપશે.
Twitter કહે છે કે ડાઉનવોટ બટન “ટ્વીટર પર વાતચીતની ગુણવત્તામાં સુધારો કરે છે,” જેના કારણે તે તેને વ્યુઅર્સના મોટા ગ્રુપ સુધી વિસ્તારી રહ્યું છે. આ એ પણ સૂચવે છે કે સોશિયલ મીડિયા જાયન્ટ આને વપરાશકર્તાઓ માટે સ્ટેબલ ફિચર તરીકે રજુ કરી શકે છે.
અન્ય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Instagram ડિસલાઈક અથવા ડાઉનવોટ બટનો રજુ કરતા નથી. ત્યારે પ્લેટફોર્મ તમને લાઈક કાઉન્ટની સાથે કોમેન્ટને છુપાવવાનો વિકલ્પ આપે છે. ફેસબુકે 2018માં ડાઉનવોટ ફીચરનું પરીક્ષણ કર્યું હતું, પરંતુ કંપનીએ તેને સ્ટેબલ બનાવ્યું ન હતું. જે લોકો Redditનો ઉપયોગ કરે છે તેમની પાસે પ્લેટફોર્મ પર કોઈપણ કન્ટેન્ટને અપવોટ અથવા ડાઉનવોટ કરવાનો વિકલ્પ હોય છે.
આ પણ વાંચો: Viral: બકરી અને ગધેડાની સમજણથી લોકો થયા પ્રભાવિત, કહ્યું આને કહેવાય અસલી Team Work
આ પણ વાંચો: ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો