કંપની ખુદ Instagramનો ઉપયોગ કરવાનો કરી રહી છે ઈન્કાર! શું માનસિક સ્વાસ્થ્ય છે તેની પાછળનું કારણ?

શા માટે કંપની પોતે જ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી રહી છે? ઇન્સ્ટાગ્રામમાં એક ફીચર આવ્યું છે જેને એટલા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તમે ઇન્સ્ટાગ્રામમાંથી બ્રેક લઇ શકો.

કંપની ખુદ Instagramનો ઉપયોગ કરવાનો કરી રહી છે ઈન્કાર! શું માનસિક સ્વાસ્થ્ય છે તેની પાછળનું કારણ?
Instagram (PS- unsplash.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 10:59 AM

શું તમે પણ ઇન્સ્ટાગ્રામના એડિક્ટેડ છો? સામાન્ય રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ ઘણો સમય કન્ઝ્યૂમ કરે છે. રીલ્સ (Reels)અને Instagram ફીડ્સ અનંત છે, તેથી જ્યારે તમે સ્ક્રોલ કરો છો ત્યારે તે સમાપ્ત થતા નથી. ગત વર્ષે ફ્રાન્સિસ હ્યુજેન્સ (Frances Haugens) નામના વ્હિસલબ્લોઅરે કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. તેમણે મેટા (Meta)ના આંતરિક સંશોધન પેપર પણ ટાંક્યા અને એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામના આંતરિક સંશોધનમાં સામે આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ યુવા વપરાશકર્તાઓના માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે.

શરૂઆતમાં જ્યારે Instagramમાં કી ફીડની કોન્ટેન્ટ ખતમ થઈ જતું હતું, ત્યારે સ્ક્રોલ કરી શકાતું ન હતું. તેના બદલે, એક ડાયલોગ બોક્સ પ્રાપ્ત મળતું હતું કે હવે તમે તમારું ઇન્સ્ટા ફીડ સંપૂર્ણ રીતે જોઈ લીધું છે. બાદમાં આ ફીચરને ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. આ ફીચર હટાવ્યા બાદ લોકોની અંદર ઈન્સ્ટાગ્રામની લત વધુ વધી ગઈ. હવે કદાચ કંપનીને આ વાત સમજાઈ ગઈ છે અને આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર આવ્યું છે.

આ ફીચર ઇન્સ્ટાગ્રામનું વ્યસન ઘટાડી શકે છે. શુક્રવારે, Instagram એ જાહેરાત કરી હતી કે કંપની ‘ટેક અ બ્રેક ફીચર’ (Take a Break) લોન્ચ કરી રહી છે. આ ફીચર ભારત સહિત તમામ દેશોના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ યુઝર્સ રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જો કે આ સુવિધા વૈકલ્પિક છે, એટલે કે, તમે તેનો ઉપયોગ કરવો છે કે નહીં તે તમારી પસંદગી છે. વપરાશકર્તાઓ 10, 20 અને મિનિટના અંતરાલ માટે રિમાઈન્ડર સેટ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી (Adam Moesseri)એ નવેમ્બરમાં જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાંથી બ્રેક લેવા માટે એક ફીચર વિકસાવવામાં આવી રહ્યું છે. આ ફીચર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી ઈન્સ્ટાનો ઉપયોગ કર્યા બાદ યુઝર્સ એપનો ઉપયોગ કરવાનું બંધ કરી શકે છે.

આ ફીચર એક્ટિવેટ કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર સતત સ્ક્રોલ કરવા પર રિમાઈન્ડર આપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર યુવા વપરાશકર્તાઓને ટેક અ બ્રેક ફીચરને એક્ટિવેટ કરવા માટે સૂચના દ્વારા જણાવવામાં આવશે. નોંધનીય છે કે ગયા વર્ષે ફ્રાન્સિસ હોજેન (Frances Haugen)નામના વ્હિસલબ્લોરે કેટલાક ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામના આંતરિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ યુવા વપરાશકર્તાઓના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

આ પછી જ સમાચાર આવ્યા કે Instagram એ ટેક અ બ્રેક ફીચર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઈન્સ્ટાગ્રામનું ટેક અ બ્રેક ફીચર એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ માટે છે. આ સુવિધા આગામી થોડા દિવસોમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. કારણ કે તે રોલઆઉટ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો: ‘Pushpa’ સ્ટાઈલમાં ચોરે કરી લાલ ચંદનની તસ્કરી, પોલીસે કરી ધરપકડ, લોકોએ કહ્યું ‘ચોર ભૂલી ગયો કે પોલીસે પણ પુષ્પા જોઈ છે’

આ પણ વાંચો: ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">