એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate – ED) મની લોન્ડ્રિંગ (Money laundering)કેસમાં ICICI બેંકના ભૂતપૂર્વ સીઇઓ ચંદા કોચર(Chanda Kochhar), તેમના બિઝનેસ પતિ અને અન્ય આરોપીઓ સામે ખાસ PMLA કોર્ટ સમક્ષ આરોપ સાથે જોડાયેલા દસ્તાવેજો સબમિટ કર્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(Prevention of Money Laundering Act) હેઠળ રચાયેલી કોર્ટે ICICI Bank-Videocon મની લોન્ડરિંગ કેસમાં આરોપો નક્કી કરવા માટે 6 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
આ કેસમાં અન્ય આરોપીઓમાં ચંદા કોચરના પતિ દીપક કોચર(Dipak Kochhar) અને વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ દીપક કોચરની ધરપકડ કરી હતી ત્યારથી તે જેલમાં છે. વિશેષ PMLA કોર્ટે ચંદા કોચર અને ધૂતને અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં કોર્ટમાં હાજર થયા બાદ જામીન આપ્યા હતા. આ કેસમાં બંને આરોપીઓની ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી.
દીપક કોચરની સપ્ટેમ્બર 2020 માં ધરપકડ કરવામાં આવી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સપ્ટેમ્બર 2020 માં દીપક કોચરની ધરપકડ કરી હતી. ડિરેક્ટોરેટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી FIR ના આધારે કોચર, ધૂત અને અન્ય સામે મની લોન્ડરિંગનો ફોજદારી કેસ નોંધ્યો હતો.
શું છે મામલો ?
ED એ આરોપ લગાવ્યો છે કે ચંદા કોચરની આગેવાની હેઠળ ICICI બેંકની સમિતિએ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી અને લોન આપવાના બીજા દિવસે 8 સપ્ટેમ્બર 2009 ના રોજ વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે ન્યુપાવર રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડને 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.
એનઆરપીએલની માલિકી દીપક કોચરની છે. આ ઉપરાંત એનઆરએલ દ્વારા આ ભ્રષ્ટ ભંડોળમાંથી 10.65 કરોડ રૂપિયાની ચોખ્ખી આવક મેળવાઈ હતી. આ રીતે એનઆરપીએલમાં 74.65 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
કેન્દ્રીય તપાસ એજન્સીએ 30 જાન્યુઆરી, 2019 ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ 22 જાન્યુઆરી, 2019 ના રોજ કેસ નોંધ્યો હતો અને દીપક કોચર, ચંદા કોચર, વેણુગોપાલ ધૂત અને તેમની સંબંધિત કંપનીઓ સામે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા, જાણો સુધારો કરવાની આ બે સરળ રીત