AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા, જાણો સુધારો કરવાની આ બે સરળ રીત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમકારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા,  જાણો સુધારો કરવાની આ બે સરળ રીત
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 8:00 AM
Share

ઘણીવાર લોકોના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે. ઘણા સભ્યોએ ખોટી રીતે જન્મ તારીખ દાખલ કરી છે. ઘણાના ખાતામાં પિતાનું નામ લખેલું નથી. તમે આવી બધી ભૂલો સુધારી શકો છો. તેને કેવી રીતે ઠીક કરવું તે અમે જણાવી રહયા છીએ.

Online સુધારણા પ્રક્રિયા > EPFO ના યુનિફાઇડ પોર્ટલની મુલાકાત લો. UAN અને પાસવર્ડથી લોગીન કરો. > હોમ પેજ પર મેનેજ બેઝિક ડિટેઇલ્સ કરો પર જાઓ. જો આધાર વેરિફાઇડ છે તો વિગતોમાં ફેરફાર કરવામાં આવશે નહીં. > સાચી વિગતો ભરો (જે તમારા આધારમાં દાખલ કરવામાં આવી છે) પછી સિસ્ટમ આધાર ડેટા સાથે તેની ચકાસણી કરશે. > વિગતો ભર્યા પછી અપડેટ ડિટેઇલ પર ક્લિક કરો > હવે આ માહિતી એમ્પ્લોયરને મંજૂરી માટે મોકલવામાં આવશે.

એમ્પ્લોયર આ પ્રક્રિયા પૂર્ણ કરશે > એમ્પ્લોયર પોર્ટલ પર લોગીનકરીને ચેન્જ રિક્વેસ્ટ પર ક્લિક કરીને સભ્યની વિગતો જોઈ શકે છે. > એમ્પ્લોયર માહિતી તપાસશે અને મંજૂર કરશે. એમ્પ્લોયર મંજૂરી બાદ સ્ટેટસ અપડેટ ચેક કરી શકાય છે. > એમ્પ્લોયર ત્યારબાદ રિકવેસ્ટ EPFO ઓફિસને મોકલશે જ્યાં ફિલ્ડ ઓફિસરો ક્રોસ ચેક કરશે. > જો તે માહિતી સાચી હોય તો વિગતો પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર કચેરી દ્વારા મંજૂર કરવામાં આવશે.

Offline કેવી રીતે સુધારવું? જો કોઈ વ્યક્તિ ઓફલાઇન વિગતો સુધારવા માંગે છે તો તેણે ફોર્મ ભરીને EPFO ઓફિસ મોકલવું પડશે. ઓફિસમાં તેની વિગતો તપાસ્યા પછી તમારું એકાઉન્ટ અપડેટ કરવામાં આવશે. તમે 7738299899 પર SMS મોકલીને પણ માહિતી મેળવી શકો છો. PF ખાતામાં કેટલી રકમ છે, બેલેન્સ કેટલું છે, આ માહિતી સભ્યો નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 મિસ્ડ કોલ કરીને મેળવી શકાય છે.

1 સપ્ટેમ્બર પહેલા પતાવી ઓ આ કામ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) આ મહિનામાં જ તેના લગભગ ૬કરોડ સબસ્ક્રાઇબર્સના ખાતામાં EPF વ્યાજ જમકારી શકે છે. EPF નું વ્યાજ તે વ્યક્તિના ખાતામાં આવશે જેના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવામાં આવશે. UAN ને આધાર સાથે લિંક કરવાની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે 15 દિવસમાં આ નહીં કરો તો તમારું PF એકાઉન્ટ અટવાઈ શકે છે.

આ પણ વાંચો :  Infosys 100 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કરનાર ચોથી ભારતીય કંપની, જાણો શું છે કંપનીના શેરની સ્થિતિ

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">